Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લાના આંબલીયારા, ગોરજ, દુર્ગી, કીચા, મેણી અને કેલિઆ-વાસણા ગામોમાં વંદે ગુજરાત રથનું સ્વાગત કરાયું

૩૫થી વધારે લોકાર્પણ કરાયા, ૧૦થી વધારે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા

૨૦ વર્ષના વિશ્વાસ અને ૨૦ વર્ષના વિકાસના મધ્યવર્તી વિચાર સાથે રાજ્યભરમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા ફરી રહી છે. વરસાદી માહોલ છતાં અમદાવાદ જિલ્લાના ગામે ગામમાં વિકાસ રથ ફરી રહ્યો છે અને લોકો ઉમળકાભેર રથનું સામૈયું અને સ્વાગત કરી રહ્યા છે.

૧૫ જુલાઈ, ૨૦૨૨ના રોજ અમદાવાદ જિલ્લાના ૧૦થી વધારે ગામોમાં વંદે ગુજરાત વિકાસ રથ પહોંચ્યા હતા, જ્યાં ગ્રામજનોએ આ રથનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. વરસાદી માહોલ છતાં લોકોમાં ઉમંગ જોવા મળતો હતો.

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ રથ ફરી રહ્યા છે, જે અંતર્ગત સવારે આંબલીયારા,ગોરજઅનેદુર્ગી ગામે રથ પહોંચ્યાં હતાં તો સાંજે કીચા, મેણીઅને વાસણા-કેલિઆવગેરે ગામોમાં વંદે ગુજરાતના કાર્યક્રમો યોજાયા હતા. આ ગામોમાં યોજાયેલા કાર્યક્રમોમાં આસપાસનાં ગામોના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જુદાં જુદાં ગામોમાં૧૫૦થી લઈને૫૦૦સુધીની મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત ૩૫થી વધારે વિકાસ કાર્યોના લોકાર્પણ થયા હતા, જેમાં આશરે ૩૦૦થી વધારે લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના લાભ આપવામાં આવ્યા હતા. જુદાં જુદાં ગામોમાં ૧૦થી વધારે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

વિવિધ ગામોમાં પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, અમદાવાદ જીલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી રમેશભાઈ મકવાણા સહીત જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, ગામોના સરપંચ અને રાજકીય તથા સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.