ગાડી ચાલકે ભૂલ કરતા નિર્દોષ સ્કૂટી ચાલકે જીવ ગુમાવવો પડ્યો

નવી દિલ્હી, રોડ અકસ્માતમાં રોજે રોજ અનેક લોકોના મોત થઈ રહ્યા છે. વાહન ચાલકની એક નજીવી ભૂલને કારણે લોકો કમોતે મોતને ભેટી રહ્યા છે, તો ક્યાંક રોડ રસ્તા ખરાબ હોવાના કારણે અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આવો જ એક અકસ્માતનો વીડિયો લખનઉથી સામે આવ્યો છે.
જેમાં એક સેકન્ડમાં સ્કૂટી ચાલક મોતને ભેટે છે. એક સેકન્ડમાં મોત, જી હાં, આ રૂવાંટા ઉભો કરી દેનારો વીડિયો લખનઉનો છે. એક યુવક સ્કૂટી લઈને જઈ રહ્યો હતો અને સાઈડમાં ઉભેલી કાર ચાલક દ્વારા ગાડીનો અચાનક દરવાજાે ખોલી નાંખતા તે સ્કૂટી ચાલક તેની સાથે જાેરથી ટકરાય જાય છે. આ ટક્કર સાથે જ સ્કૂટી ચાલક દૂર જઈને પછડાઈ પડે છે અને એક જ સેકન્ડમાં તેનું દર્દનાક મોત થઈ જાય છે.
આ ઘટના હેરાન કરનારી અને સચેત કરનારી પણ છે. આ ઘટનાનો સીસીટીવી વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ઘટના આલમબાગ વિસ્તારના સુજાનપુરની કહેવામાં આવી રહી છે.
Scooter rider dies due to negligence of car driver in #Lucknow.
The driver of the car opened the gate of the car. The scooter rider fell on the road after hitting deep
Door, biker died during treatment.
Incident in Alambagh area.
#ACCIDENT @MORTHIndia pic.twitter.com/lO87FUn6HX— @PotholeWarriors Foundation💙 #RoadSafety🇮🇳🛵🛣 (@PotholeWarriors) July 15, 2022
કાર ચાલક અચાનક કારનો દરવાજાે ખોલે છે અને સ્કૂટી સવારની જાેરદાર ટક્કર થઈ જાય છે અને તે રસ્તાની બીજી સાઈડ જઈને પટકાઇ જાય છે. યુવકને હોસ્પિટલ લઈ જવા સુધીનો પણ સમય મળ્યો નહીં અને ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. જાેકે, યુવકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેના મોત થયાની ડોક્ટર દ્વારા પુષ્ટી કરવામાં આવી હતી.SS1MS