Western Times News

Gujarati News

મુંબઈમાં નહીં યોજાય સોનમનું ગ્રાન્ડ બેબી શાવર

મુંબઈ, આ અઠવાડિયાની શરૂઆતમાં તેવા સમાચાર હતા કે મોમ-ટુ-બી સોનમ કપૂર આહુજા, જે હાલ મુંબઈમાં છે, તેનું રવિવારે (૧૭ જુલાઈ) બોહેમિયન થીમ પર ગ્રાન્ડ બેબી શાવર યોજાવાનું છે.

ઈવેન્ટનું આયોજન થનારા નાના-નાની, અનિલ કપૂર અને સુનિતા કપૂર કરવાના હતા અને તે સ્ટાઈલ સોનમની ફ્રેન્ડ અને ડિઝાઈનર મસાબા ગુપ્તા કરવાની હતી. હવે, ખબર વહેતી થઈ છે કે કોવિડ સંબંધિત સમસ્યાઓના પગલે બેબી શાવરનું આયોજન રદ્દ કરવાનો ર્નિણય શુક્રવારે લેવામાં આવ્યો હતો.

કપૂર પરિવારના નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પરિવાર બેબી શાવરના પ્લાનિંગ તરફ જાેઈ રહ્યો હતો અને ઘણા સમય પહેલાથી જ તેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. થોડા દિવસ પહેલા જ મહેમાનોને ક્સ્ટમાઈઝ્‌ડ હેમ્પર મોકલવામાં આવ્યા હતા અને બેબી શાવર એક્ટ્રેસના માસી કવિતા સિંહના બાંદ્રા સ્થિત બંગલોમાં થવાનું હતું. આ એ જ જગ્યા છે જ્યાં સોનમ અને આનંદના લગ્ન થયા હતા.Sonam’s grand baby shower will not be held in Mumbai

જાે કે, કોવિડ ૧૯ના વધતા જતાં કેસને જાેતાં પરિવારે ખાસ કરીને મોમ-ટુ-બી અને બાળકહેલ્થ ઈશ્યૂને અવગણવા બેબી શાવર ન યોજવાનું નક્કી કર્યું હતું.

બેબી શાવરમાં જ્હાન્વી કપૂર, ખુશી કપૂર, શનાયા કપૂર, અંશુલા કપૂર, અર્જૂન કપૂર અને મોહિત મારવાર સહિતના પરિવારના સભ્યો તેમજ સ્વરા ભાસ્કર, કરીના કપૂર, કરિશ્મા કપૂર, અમૃતા અરોરા, મલાઈકા અરોરા, મોમ-ટુ-બી આલિયા ભટ્ટ, નતાશા દલાલ, જેક્લીન ફનાર્ન્ડિઝ, દીપિકા પાદુકોણ, મસાબા ગુપ્તા અને રાની મુખર્જી સહિતના સેલેબ્સ પણ ગેસ્ટ લિસ્ટમાં સામેલ હતા.

અનિલ અને રિયા કપૂર, સોનમના પિતા અને બહેન, જેઓ તેની મમ્મી સુનિતા કપૂર સાથે ખૂબ જ નજીકથી ફંક્શન માટેની તૈયારીઓનું મોનિટરિંગ કરી રહ્યા હતા, તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સિવાય સોનમની પીઆર ટીમને જ્યારે ફોન કરવામાં આવ્યો ત્યારે તેમણે પણ ટીપ્પણી કરી નહોતી. સોનમ કપૂર ઓગસ્ટમાં બાળકને જન્મ આપવાની છે. ૨૦૧૮માં તેણે આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા.

લગ્ન પહેલા આશરે ત્રણ વર્ષ સુધી બંને એકબીજા સાથે ડેટિંગ કર્યું હતું. કપલની પહેલી મુલાકાત ૨૦૧૫માં થઈ હતી, જ્યાં એક્ટ્રેસ ફિલ્મને પ્રમોટ કરવા માટે ગઈ હતી. પ્રેગ્નેન્સીની શરૂઆતમાં જ સોનમ કપૂરે તેની અપકમિંગ ફિલ્મ ‘બ્લાઈન્ડ’નું શૂટિંગ આટોપ્યું હતું.

શોમ મખીજાના ડિરેક્શનમાં બનેલી અને સુજાેય ઘોષે પ્રોડ્યૂસ કરેલી આ થ્રિલર ફિલ્મમાં સોનમ અંધ યુવતીના પાત્રમાં જાેવા મળશે. આ માટે એક્ટ્રેસે કોચ પાસેથી તાલીમ પણ લીધી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.