Western Times News

Gujarati News

નદીમાંથી ચાંદીનું અદભૂત શિવલિંગ મળ્યું

silver-shivling-found

(એજન્સી)લખનૌ, શ્રાવણનો મહિનો ભગવાન શિવને અતિપ્રિય છે એવું મનાય છે. આથી શ્રાવણના મહિનામાં ભગવાન શિવની પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ છે. બહુ જલદી શ્રાવણ મહિનો શરૂ થવાની તૈયારી છે. ત્યારે યુપીથી એક ખુબ જ આનંદિત કરી નાખે તેવા સમાચાર આવ્યા છે.

દોહરીઘાટ કસ્બાના રામઘાટ પર શનિવારે ઘાઘરા નદીમાંથી ૫૦ કિલો વજનનું ચાંદીનું શિવલિંગ મળી આવ્યું છે. ચાંદીનું શિવલિંગ મળવાની ઘટનાને લોકો ચમત્કાર ગણી રહ્યા છે. આ સાથે જ શિવલિંગને અલૌકિક પણ ગણાવવામાં આવી રહ્યું છે. શિવલિંગ મળતા જ ગણતરીની પળોમાં આ વાત ચારેબાજુ ફેલાઈ ગઈ અને દુર દુરથી લોકો તેના દર્શન માટે આવવા લાગ્યા.

મળતી માહિતી મુજબ દોહરીઘાટ કસ્બાના ભગવાનપુરા રહીશ રામ મિલન સાહની શનિવારે નદી કિનારે વાસણ ધોઈ રહ્યા હતા. તે સમયે તેમને નદીમાં કઈક ચમકતું જાેવા મળ્યું. રામ મિલન સાહનીએ નજીક જાેઈને જાેયુ તો ચમકતી વસ્તુ શિવલિંગ હતું. નદીમાંથી ચાંદીનું શિવલિંગ મળી આવવાની ખબર ઝડપથી ફેલાઈ ગઈ અને ત્યારબાદ લોકોનો જમાવડો થવા લાગ્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.