Western Times News

Gujarati News

ગુજરાતના ડોકટરો કાશ્મીરની અમરનાથ યાત્રામાં સેવા કરશે

Amarnath Yatra started after the cloud burst

કરાર મુજબ ૨ ડોકટરોને અમરનાથ યાત્રામાં યાત્રિકોની મેડિકલ સારવાર માટે સેવાની માગ કરવામાં આવી હતી

(એજન્સી)રાજકોટ, ગુજરાતના ડોકટરો હવે કાશ્મીરની અમરનાથ યાત્રામાં કોઈની સેવા કરશે. તારીખ ૧૧ થી રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ૨ ડોક્ટરોને ચાલી રહેલ અમરનાથ યાત્રામાં સેવા માટે મોકલી આપવામાં આવ્યા છે.

જમ્મુ કાશ્મીર સરકાર અને ગુજરાત સરકારના કરાર મુજબ ૨ ડોકટોરને અમરનાથ યાત્રામાં યાત્રિકોની મેડિકલ સારવાર માટે સેવાની માગ કરવામાં આવી હતી. જેના અનુસંધાને રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કમળાપુર આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ધવલ ગોસાઈ અને રાજકોટ તાલુકાના બેડલાં આરોગ્ય કેન્દ્રના રિંકલ વિરડિયાને સેવા માટે મોકલવામાં આવ્યા છે.

ડોક્ટર ધવલ ગોસાઈ અમરનાથ યાત્રાના રૂટ ઉપર ૧૨ હજાર ૭૦૦ ફૂટની ઉંચાઈ ઉપર આવેલ કાલીમાતા મેડિકલ સેન્ટર ઉપર સેવા ફરજ બજાવી રહ્યાં છે, અહીં તે પસાર થતા યાત્રિકોની મેડિકલ તપાસ કરી રહ્યાં છે, ખાસ તો ઉંચાઈ ઉપર જે યાત્રિકોને હાઈ ઓલ્ટીટ્યૂડ સિન્ડ્રોમની અસર થાય તેની ઇર્મજન્સી સારવાર કરીને બરોબર થાય પછી જ આગળ મોકલી રહ્યાં છે.

બંને ગત તારીખ ૧૧ના રોજ ૧૨ હજાર ૭૦૦ ફૂટની ઉંચાઈ ઉપર કાલીમાતા મેડિકલ સેન્ટરમાં સેવા માટે પહોંચી ગયા છે અને સેવા આપી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.