Western Times News

Gujarati News

NEET પરીક્ષામાં કૌભાંડ: મેડિકલની 1 સીટ 20 લાખમાં વેચાયાનો CBIનો દાવો

(એજન્સી)નવી દિલ્હી, એનઈઈટીમેડિકલ પરીક્ષામાં કૌભાંડ અંગે મોટો ખુલાસો થયો છે. સીબીઆઈના સૂત્રોનું કહેવું છે કે, મેડિકલની ૧-૧ સીટ ૨૦ લાખ રૂપિયામાં વેચાઈ હતી. NEET Exam Scam: CBI Claims 1 Medical Seat Sold For 20 Lakhs

આ છેતરપિંડી કરનાર રેકેટે આ રકમના બદલામાં મેડિકકલ સીટ ઓફર કરી હતી. આ રેકેટ ૪ રાજ્યોમાં ફેલાયું હતું. સોમવારે સીબીઆઈએ આ કેસમાં ૮ લોકોની ધરપકડ કરી હતી.

તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, દરેક સીટની કિંમત રૂપિયા ૨૦ લાખ છે. જેમાંથી ૫ લાખ રૂપિયા તેના બહુરૂપિયા’ને આપવામાં આવે છે જે વિધાર્થીની જગ્યાએ પરીક્ષામાં બેસીને એનઈઈટી (ધ નેશનલ એલિજીબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ)પ્રશ્નોપત્રને સોલ્વ કરે છે. બાકીની રકમ વચેટિયાઓ અને અન્યોમાં વહેંચવામાં આવી હતી.

https://westerntimesnews.in/news/320111/in-surat-7-members-of-the-same-family-were-hit-by-a-car-and-three-died/

સીબીઆઈએ આ કેસમાં દિલ્હીથી એનઈઈટી  પ્રશ્નપત્ર સોલ્વ કરનારા ૮માંથી ૬ લોકોની ધરપકડ કરી છે. આ કેસના માસ્ટરમાઈન્ડ સુશીલ રંજનની સફરદજંગમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જે પ્રશ્નપત્ર સોલ્વ કરનાર વ્યક્તિની નિમણૂક કરતો હતો અને પેમેન્ટ મેળવતો હતો.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ રેકેટ બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ સક્રિય છે. આ કેસમાં ૧૧ લોકોના નામ સામે આવ્યા છે અને અન્યની શોધખોળ ચાલી રહી છે. તપાસનો વ્યાપ વધારવા માટે સીબીઆઈજ્યારે ઉમેદવારો સાથે વાત કરશે ત્યારે કોચિંગ સંસ્થાઓની ભૂમિકા પણ તપાસ હેઠળ આવશે.

નોંધનીય છે કે, છેતરપિંડી રોકવા માટે, ‘એનઈઈટી’ માટે સુરક્ષા તપાસ ખૂબ જ આકરી કરવામાં આવી છે. પરીક્ષા ખંડમાં પર્સ, હેન્ડબેગ, બેલ્ટ, કેપ, જ્વેલરી જેવી વસ્તુઓને મંજૂરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.