Western Times News

Gujarati News

રેસ્ટોરન્ટ-હોટેલમાં સર્વિસ ચાર્જ નહીં વસૂલવાના કેન્દ્રના ર્નિણય સામે સ્ટે

stay-against-centres-decision-not-to-levy-service-charge-in-restaurants-hotels

(એજન્સી)નવી દિલ્હી, દિલ્હી હાઇકોર્ટે હોટેલ અને રેસ્ટોરન્ટ દ્વારા લગાવવામાં આવતા સર્વિસ ચાર્જ પર કેન્દ્ર સરકારને ઝટકો આપ્યો છે. કેન્દ્ર સરકારે સર્વિસ ચાર્જ વસુલવા પર રોક લગાવી હતી. હવે દિલ્હી ઉચ્ચ ન્યાયાલયે આ ર્નિણય પર જ રોક લગાવી દીધી છે.

બુધવારે ન્યાયમૂર્તિ યશવંત વર્માએ નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોશિએશન ઓફ ઇન્ડિયાની અરજી પર સુનવણી દરમિયાન કહ્યું કે, આ મુદ્દા પર વિચાર કરવાની જરુર છે. આ સાથે જ તેમણે અધિકારીઓને પોતાના જવાબ આપવાનો ર્નિણય કર્યો છે. આ કેસની આગળની સુનાવણી ૨૫ નવેમ્બરના રોજ થશે.

સેન્ટ્રલ કન્ઝયુમર પ્રોટેકશન ઓથોરિટી (CCPA)એ હોટેલ અને રેસ્ટોરન્ટને ૪ જુલાઇએ સર્વિસ ચાર્જ વસૂલ ન કરવાનો આદેશ આપ્યો છે. સીસીપીએ પોતાના આદેશમાં જણાવ્યું છે કે, હોટેલ અને રેસ્ટોરન્ટ ઓટોમેટિક અથવા ડિફોલ્ટ સર્વિસ ચાર્જ વસૂલ કરી શકશે નહીં અને જાે કોઇ હોટેલ કે રેસ્ટોરન્ટ આ આદેશનો ભંગ કરશે તો ગ્રાહક ફરિયાદ દાખલ કરી શકશે.

આ સિવાય ગ્રાહક ઇચ્છે તો પોતાની મરજીથી ચાર્જ આપી શકે છે. જે પુરી રીતે સ્વેસ્છિક અને ગ્રાહકો પર ર્નિભર કરશે. સામાન્ય રીતે ગ્રાહક પાસેથી ૧૦ % સર્વિસ ચાર્જ વસુલવામાં આવે જ છે.

માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે, હોટેલ બિલમાંથી સર્વિસ ચાર્જની રકમ દૂર ન કરે તો ગ્રાહક નેશનલ કન્ઝ્‌યુમર હેલ્પલાઇન (એનસીએચ) પર ફરિયાદ દાખલ કરી શકે છે.  આ માટે ગ્રાહકે ૧૯૧૫ નંબર ડાયલ કરવો પડશે અથવા એનસીએચ મોબાઇલ એપનો ઉપયોગ કરવો પડશે. તેઓ કન્ઝ્‌યુમર કમિશનમાં પણ ફરિયાદ દાખલ કરી શકે છે અથવા એનસીએચ મોબાઇલ એપ્લિકેશન દ્વારા પણ ફરિયાદો નોંધી શકે છે.

ગ્રાહકને ગ્રાહક કમિશનમાં અને ઈ-મેલ દ્વારા ફરિયાદ નોંધાવવાનો વિકલ્પ પણ મળે છે. આ સિવાય ઈ-ફાઈલિંગ પોર્ટલ દ્વારા ઈલેક્ટ્રોનિક રીતે ફરિયાદો નોંધાવી શકાય છે. તે જ સમયે, ગ્રાહકો તપાસ માટે સંબંધિત જિલ્લાના જિલ્લા કલેક્ટરને પણ ફરિયાદ કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.