Western Times News

Gujarati News

ગુજરાતની ૧૧ શાળાઓના ૪૪ ગુલ્લીબાજ શિક્ષકોને નોટિસ અપાઈ

ગુલ્લીબાજ શિક્ષકોમાં ફફડાટદાંતા તાલુકાની ૮ શાળાના ૩૨ અને વડગામ તાલુકાની ૩ સ્કૂલના ૧૨ શિક્ષકો મળી ૪૪ શિક્ષકો ગુલ્લી મારતાં ઝડપાયા

બનાસકાંઠા, જિલ્લામાં સરકારી શાળાઓમાં ગુલ્લી મારતાં ૧૧ શાળાઓના ૪૪ શિક્ષકોને જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ આપી ખુલાસો માંગતા ગુલ્લીબાજ શિક્ષકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં કેટલાક શિક્ષકો દ્વારા શાળાના સમય દરમિયાન ગુલ્લી મારતા હોવાની ફરિયાદો અનેકવાર ઉઠી છે.

ફરજ પ્રત્યે લાપરવાહી દાખવતાં હોય તેમજ અનિયમિત હાજર રહીને ફરજમાં ગુલ્લી મારતા શિક્ષકોને લઈને બાળકોના અભ્યાસ ઉપર અસર પડી રહી હતી. જેને લઈને બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે દાંતા તેમજ વડગામની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ઓચિતું ચેકીંગ હાથ ધર્યું હતું.

દાંતા તાલુકાની ૮ શાળાના ૩૨ શિક્ષકો અને વડગામ તાલુકાની ૩ સ્કૂલના ૧૨ શિક્ષકો મળી કુલ ૪૪ શિક્ષકો ફરજમાં ગુલ્લી મારતાં ઝડપાઇ ગયા હતા. જેને લઈને શિક્ષણ અધિકારી દ્વારા ગુલ્લીબાજ શિક્ષકોને કારણ દર્શક નોટિસ ફટકારી હતી, અને જેને લઈને ફરજમાં બેદરકારી દાખવતાં શિક્ષકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

જાેકે શિક્ષણ અધિકારીએ ઝડપાયેલા તમામ શિક્ષકોની રૂબરૂ સુનવણી રાખી છે જેમાં શિક્ષકો યોગ્ય ખુલાસો નહિ કરી શકે તો તેમના સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.