Western Times News

Gujarati News

રેવડી સંસ્કૃતિ ગુજરાતને શ્રીલંકા જેવા સંકટ તરફ લઇ જઇ શકે છે

ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યું કે લોકોને રેવડી સંસ્કૃતિની લાલચમાં આવવી જાેઇએ નહીં

અમદાવાદ,  ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે બુધવારે કહ્યું કે લોકોને ‘રવેડી સંસ્કૃતિ’ની લાલચમાં આવવી જાેઇએ નહી, કારણ કે તેનાથી રાજ્ય અને ભરત શ્રીલંકા બની શકે છે જાે હાલ ગંભીર આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યો છે. સીઆર પાટીલે કોઇનું નામ લીધું નહી,

પરંતુ તે સ્પષ્ટ છે કે તે આમ આદમી પાર્ટી અને તેના સંયોજક અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધી રહ્યા હતા જેમણે ગુજરાતમં સત્તામાં આવશે તો વિજળી આપવાનો વાયદો કર્યો હતો. ભાજપ શાસિત રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટૅણી યોજાવવાની છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આપ પણ ચૂંટણીમાં કિસ્મત અજમાવવાની તૈયારી કરી રહ્યું છે. ગાંધીનગરમાં એક કર્યક્રમમાં સંબોધિત કરતાં ભાજપ કાર્યકર્તાઓને ‘રેવડી સંસ્કૃતિ’ના પરિણામો પ્રત્યે ચેતવ્યા અને કહ્યું કે તેનાથી શ્રીલંકા જેવી આર્થિક અને રાજકીય સંકટનો ખતરો આવી શકે છે.

તેમણે કહ્યું કે દેશમાં કેટલાક લોકો રેવડી (મફત વસ્તુઓ) વહેંચી રહ્યા છે. પરંતુ ગુજરાતના લોકો આવી રેવડીને આવી સંસ્કૃતિથી ગુમરાહ થવું જાેઇએ નહી. શું આ લોકો (આપ) ગુજરાતને શ્રીલંકા બનાવવા માંગે છે? આપણે આવા લોકોને જડબાતોડ જવાબ આપવો જાેઇએ. પાટિલ પ્રદેશ ભાજપ પ્રમુખની બીજી વર્ષગાંઠ પર કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા.

તેમણે કહ્યું કે ”ભાજપ કાર્યકર્તા લોકોને સમજાવો અને તેમને રેવડી સંસ્કૃતિના પરિણામો વિશે ચેતવો. આપણે ટીવી પર શ્રીલંકાની સ્થિત જાેઇ શકીએ છીએ જે ચિંતાજનક છે. આ મફતમાં વસ્તુઓ આપવાના લીધે આવું થયું છે. રાષ્ટ્ર પ્રમુખ સુધી દેશમાંથી ભાગવું પડ્યું. સીઆર પાટીલે આગળ કહ્યું કે શ્રીલંકાના લોકોને ભોજન, દવાઓ અને ઇંધણ મળી રહ્યા નથી.

આજે આપણે તેની મદદ કરવાની સ્થિતિમાં છીએ. પરંતુ જાેઇ રેવડી વહેંચવાના તેમના માર્ગે ચાલ્યા તો આપણે તે સ્થિતિમાં પહોંચી જઇશું. આપણે ગુજરાતને શ્રીલંકા બનવા દેવું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.