પંજાબમાં વરસાદથી ઘરની છત તૂટતાં ૪નાં મોત

૧૫ વર્ષનો એક કિશોર ઘાયલ થઈ ગયો છે અને તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે
પટિયાલા, પંજાબના પટિયાલા જિલ્લાના પાતડાં ખાતે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં ભારે વરસાદને કારણે એક ઘરની છત તૂટી પડી હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના ૪ લોકોના મોત થયા છે. જ્યારે ૧૫ વર્ષનો એક કિશોર ઘાયલ થયો છે અને તેને સારવાર અર્થ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
અહેવાલો અનુસાર, મૃતકોની ઓળખ ૪૨ વર્ષીય રાજુ, ૩૬ વર્ષીય સુનીતા, ૧૮ વર્ષીય અમન અને ૧૧ વર્ષની દિકરી ઉષા તરીકે થઈ છે. ઈજાગ્રસ્ત બાળકની ઓળખ ૧૫ વર્ષીય વિકાસ તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું છે કે, આ ઘટના પાતડાંના જાખલ રોડ સ્થિત ધાનક બસ્તીમાં બની હતી. જ્યાં ૫ લોકોનો પરિવાર છેલ્લા ૧૦ મહિનાથી અહીં ભાડાના મકાનમાં રહેતો હતો.
પાતડાં પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું હતું કે, ગુરૂવારે પરિવારના તમામ સભ્યો સૂઈ રહ્યા હતા. તે સમયે ઘરની પાછળની દિવાલ દટાઈ ગઈ હતી જેના કારણે ઘરની છતે સૂતેલા લોકો પર પડી હતી. કાટમાળ નીચે દબાઈ જવાથી ૪ લોકોના મોત થયા છે.
બીજી તરફ રાજુનો બીજાે પુત્ર વિકાર ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને લોકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. અહેવાલો અનુસાર, રાજુ હરિયાણાના કરનાલ જિલ્લાના અસંધ શહેરનો રહેવાસી હતો પરંતુ અહીં રહીને તે સ્થાનિક અનાજ બજારમાં પલ્લાદારીનું કામ કરતો હતો.
પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે કહ્યું હતું કે, તમામ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. તે જ સમયે, અકસ્માતની માહિતી મળતાં જ પ્રકાશ શુત્રાણા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કુલવંત સિંહ બાજીગર ઘટના સ્થળે પહોંચ્યા અને પીડિત પરિવારને મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું.