Western Times News

Gujarati News

ભારતનું સરેરાશ તાપમાન વધીને ૪.૪ ડીગ્રી થવા વકી

India's average temperature rose to 4.4 degrees

દક્ષિણ એશિયાને ક્લાઈમેટ ચેન્જનું હોટસ્પોટ ગણાવતા કહેવાયું છે કે, હવામાન સંબંધિત ખતરનાક ફેરફારો થશે

નવી દિલ્હી,  એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ સદીના અંત સુધીમાં ભારતમાં સરેરાશ તાપમાન ૨.૪ ડિગ્રીથી વધીને ૪.૪ ડિગ્રી સેલ્સિયસ થઈ જશે. વર્ષ ૨૧૦૦ સુધીમાં ઉનાળામાં હીટ વેવનું જાેખમ ત્રણથી ચાર ગણું વધી જશે. ઈન્ડિયન ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (આઈએફપીઆરઆઈ)ના આ રિપોર્ટમાં દક્ષિણ એશિયાને ક્લાઈમેટ ચેન્જનું હોટસ્પોટ ગણાવતા કહેવામાં આવ્યું છે કે,

આ કારણે હવામાન સંબંધિત ખતરનાક ફેરફારો જાેવા મળશે. સાથે જ હવામાનનો આ ફેરફાર અનાજના ઉત્પાદન પર નકારાત્મક અસર કરી શકે છે. એક અહેવાલના અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, સદીના અંત સુધીમાં સમગ્ર દક્ષિણ એશિયાઈ ક્ષેત્રમાં વાર્ષિક સરેરાશ તાપમાનમાં ૧.૨ થી ૪.૩ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની ધારણા છે.

છેલ્લી કેટલીક સદીઓથી દક્ષિણ એશિયામાં તાપમાન મોટા પાયે સતત વધી રહ્યું છે અને ભવિષ્યમાં તે અટકે તેવી અપેક્ષા નથી. અહેવાલ મુજબ, ભારે ગરમી, લાંબા સમય સુધી દુષ્કાળ અને પૂર જેવી આત્યંતિક ઘટનાઓ હવે વારંવાર અને વધુ તીવ્રતા સાથે બની રહી છે. ૧૯૮૦ના દાયકાથી દક્ષિણ એશિયામાં નીચા અને ઉચ્ચ હવામાનશાસ્ત્રની ચરમસીમાઓ વધુ ખરાબ થઈ છે. ઉનળાના દિવસો વધી ગયા છે અને વરસાદ વધુ જાેખમી બન્યો છે.

જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં ઉનાળાની ગરમીને કરાણે ચોમાસાના વરસાદમાં ઘટાડો નોંધાયો છે. સૌથી વધારે ઘટાડો ભારતમાં ગંગાના કિનારે આવેલા વિસ્તારોમાં જાેવા મળ્યો છે. ૧૯૫૦ના દાયકાથી દુષ્કાળની સંખ્યામાં વધારો થયો છે અને તેનો વ્યાપ પણ વધ્યો છે.

બીજી તરફ, નાના વિસ્તારોમાં અચાનક ભારે વરસાદની ઘટનાઓને કારણે સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓમાં પૂરનું જાેખમ વધી ગયું છે. ચોમાસા બાદ ખતરનાક ચક્રવાતી તોફાનોની ઘટનાઓમાં પણ વધારો નોંધાયો છે જ્યારે ઉત્તર હિંદ મહાસાગર ક્ષેત્રોમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની સંખ્યામાં ઘટાડો થયો છે.

આઈએફપીઆરઆઈના ડિરેક્ટર (પર્યાવરણ અને ઉત્પાદન તકનીક) ચેનિંગ આર્ન્ડટ કહેવું છે કે, આગામી ૩૦ વર્ષોમાં વિશ્વમાં અનાજ ઉત્પાદનનો દર જાળવી રાખવો એ એક મોટો પડકાર હશે કારણ કે વધતા તાપમાન સાથે જમીનની સરેરાશ ઉત્પાદકતામાં પણ ઘટાડો નોંધાયો છે.

આઈએફપીઆરઆઈના સાઉથ એશિયાના નિર્દેશક શહીદુર રશીદે કહ્યું હતું કે, કોરોના મહામારીના કારણે આ ખતરામાં પણ વધારો જાેવા મળ્યો છે. આબોહવા આવેલા ઝડપી પરિવર્તન અને પર્યાપ્ત ભંડોળનો અભાવના કારણે વિસ્તારમાં ૨૦૩૦ સુધીમાં ભૂખમરાને ડામવા માટે લક્ષ્યાંકને પૂર્ણ કરવાનું ખૂબ મુશ્કેલ બનશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.