Western Times News

Gujarati News

ગીર સોમનાથ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓની બેમુદતી હડતાલ

સમાન કામ સમાન વેતન સહિતની માંગણી

વેરાવળ, સોમનાથ જીલ્લાગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ દ્વારા “સમાન કામ સમાન વેતન” અંતર્ગત પગાર વધારા સહિતના અન્ય પ્રશ્નોને લઈ વહીવટી એડીએમ હેઠળ જીલ્લા કક્ષાએ તથા ઘટક કક્ષાએ કુલ ર૯ કર્મચારીઓ અચોકકસ મુદતની હડતાળ ઉપર ઉતરી ગયા છે. આ અંગે ડીડીઓને લેખીત રજુઆત રૂબરૂ પાઠવી પ્રશ્નોને નિકાલ લાવી ન્યાય કરવા માંગ કરી હતી.

આ અંગે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ એડીએમ વહીવટના ગીર સોમનાથ જીલ્લા તથા તાલુકાના કમ્ર્ચારીઓ દ્વારા કમીશ્નર તથા સચીવ ગાંધીનગર તથા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચેરમને તથા જીલ્લા વિકાસ અધિકારી નિયામક સહીતનાને કરેલી રજુઆતમાં જણાવ્યું કે,

જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગીર સોમનાથ ખાતે વહીવટ એડીએમ હેઠળ જીલ્લા કક્ષાએ તથા ઘટક કક્ષાએ કુલ ર૯ કર્મચારીઓ અગીયાર માસના કરાર આધારીત ફરજ બજાવે છે. ગત તા.૧પ થીતેઓ વિવિધ રજુઆતો કરી હતી જેનો કોઈ પ્રત્યુતર ન મળતા હડતાળ ઉપર ઉતરવા ફરજ પડેલ છે.

જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે જીલ્લા અને તાલુકા કક્ષાના એ.ડી.એમ. મહેકમ શાખામાંચ અગીયાર માસ કરાર આધારીત ફરજ બજાવતા કર્મચારીઓએ રજુઆતમાં વધુમાં જણાવ્યુંકે, ઘણા સમયથી સમાન કામ સમાન વેતન આપવામાં આવે તેમજ અન્ય માંગણી ઉપર યોગ્ય નિર્ણય કરવામાં આવતો નથી.

તમામ કર્મચારીઓ છેલ્લા ગત વર્ષ કરતા વધુ સમયથી એડીએમના નિયંત્રણ હેઠળ યોજનાકીય હિતમાં નિષ્ઠાપૂર્વક ખંતથી ફરજ બજાવે છે. અને એડમીનના નિષ્ઠાપૂર્વક ખંતથી ફરજ બજાવે છે. અને એડમીન સિવાયની અન્ય યોજનાઓની પણ સોપાયેલ કામગીરી ફરજ સાથે કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.