Western Times News

Gujarati News

નાની કુંકાવાવ ગામે સરકારી શાળાનો સ્થાપના દિન ઉજવાયો

અમરેલી જિલ્લામાં પ્રાથમિક શિક્ષણનું સ્તર વધુ મજબૂત થાય તે માટે સરકારની સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન મોવલીયા, જિ.પં. શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલકુમાર દુધાત તથા પ્રા. શિક્ષણાધિકારી ઘનશ્યામ સોલંકી સતત પ્રયત્નશીલ રહે છે.

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને વાલીઓ તરફથી ખુબજ સારો પ્રતિસાદ મળ્યો હતો. બાળકો સરકારી શાળામાં પ્રવેશ મેળવે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

કુંકાવાવ તાલુકાના નાની કુંકાવાવ ગામની સરકારી પ્રાથમિક શાળાના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં જિ.પં.પ્રમુખ રેખાબેન મોવલીયા, શિક્ષણ સમિતિ ચેરમેન વિપુલકુમાર દુધાત, વસંતભાઈ સોરઠીયા, ટીપીઓ નિમિષાબેન દવે, જલ્પેશભાઈ મોવલીયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ હાજરી આપી હતી.

સરકારી શાળાના બાળકોએ રંગારંગ કાર્યક્રમ યોજયો હતો. આ કાર્યક્રમની સાથે નિવૃત થતા શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યુ હતું. નાની કુંકાવાવ ગામે શાળાના સ્થાપના દિન પ્રસંગે સરપંચ, ગ્રામ પંચાયતના સદસ્યો, એસએમસીના સદસ્યો સહિત વાલીઓ અને ગ્રામજનોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.