Western Times News

Gujarati News

અમરેલી જિલ્લામાં બે સ્થળોએ પોલીસના દરોડા, 8 જૂગારીઓ ઝડપાયા-6 ફરાર

Amreli Jafrabad Gujarat

અમરેલી જિલ્લામાંથી જુગારની બદીને દૂર કરવા પોલીસ સતત કામગીરી કરી રહી છે. અમરેલી જિલ્લામાંથી પોલીસે બે સ્થળે દરોડા પાડીને આઠ જુગારીને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી, છ ઇસમો નાસી છૂટ્યા હતા.

રોહિસા ગામેથી પાંચ જુગારી ચાર્જિંગ બત્તીના અજવાળે જાહેરમાં જુગાર રમતાં રોકડા ૧૦,૪૨૦ સાથે ઝડપાયા હતા. પોલીસે ૧૦,૫૨૦ રૂપિયાનો મુદ્દામાલ રેઇડ દરમિયાન જપ્ત કર્યો હતો. જ્યારે ચાર જુગારી નાસી છૂટ્યા હતા.

જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એમ.કે.પીછડીયા વધુ તપાસ કરી રહ્યા છે. શેડુભાર ગામે સાંકડી શેરી વિસ્તારમાંથી ત્રણ ઇસમો રોકડા ૫૨૫૦ સાથે ઝડપાયા હતા. જ્યારે બે શખ્સો ફરાર થઈ ગયા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એસ.એમ.સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.