ત્રિમાસિક ગાળા દરમિયાન રિલાયન્સની કુલ આવક રૂ. 242,982 કરોડ
જૂન 30, 2022ના રોજ પૂરા થતાં ત્રિમાસિક ગાળાનું કોન્સોલિડેટેડ પરિણામ
તમામ વ્યવસાયોમાં મજબૂત ઓપરેટીંગ અને ફાયનાન્સિઅલ પ્રદર્શન -વિક્રમી ત્રિમાસિક-કોન્સોલિડેટેડ EBITDA રૂ. 40,179 કરોડ, વાર્ષિક 45.8 ટકાની વૃધ્ધિ
વિક્રમી ત્રિમાસિક કોન્સોલિડેટેડ PAT રૂ. 19,443 કરોડ, વાર્ષિક 40.8 ટકાની વૃધ્ધિ -વોલાટાઇલ પરિસ્થિતિમાં પણ O2C બિઝનેસની અત્યાર સુધીની સૌથી વધુ ત્રિમાસિક આવક
રીટેલની શ્રેષ્ઠતમ ત્રિમાસિક આવક રૂ. 58,554 કરોડ, વાર્ષિક 51.9 ટકાની વૃધ્ધિ -જિયોપ્લેટફોર્મ્સની શ્રેષ્ઠતમ ત્રિમાસિક આવક રૂ. 27,527 કરોડ, વાર્ષિક 23.6 ટકાની વૃધ્ધિ
પરિણામો પર એક નજર (Y-O-Y- 1Q FY23 COMPARED WITH 1Q FY22)
કોન્સોલિડેટેડ – આર.આઇ.એલ.
• ત્રિમાસિક ગાળા દરમિયાન કુલ આવક મૂલ્ય રૂ. 242,982 કરોડ ($ 30.8 બિલિયન અમેરિકી ડોલર) 53%ની વૃધ્ધિ
• ત્રિમાસિક EBITDA રૂ. 40,179 કરોડ ($ 5.1 બિલિયન અમેરિકી ડોલર) 45.8%નો વધારો
• ત્રિમાસિક ગાળા દરમિયાન ચોખ્ખો નફો રૂ. 19,443 કરોડ ($ 2.5 બિલિયન અમેરિકી ડોલર), 40.8 % વધ્યો
• ત્રિમાસિક ગાળા દરમિયાન રોકડ નફો રૂ. 31,916 કરોડ ($ 4બિલિયન અમેરિકી ડોલર), 46.2% વધ્યો
• ત્રિમાસિક ગાળા દરમિયાન શેરદીઠ આવક (EPS) રૂ. 26.5 per share, 40% વધી
કોન્સોલિડેટેડ – જિયોપ્લેટફોર્મ્સ લિમિટેડ (JPL)
ત્રિમાસિક ગાળા દરમિયાનકુલ આવક 23.6 ટકાવધીને રૂ. 27,527 કરોડ (3.5 બિલિયન અમેરિકી ડોલર)
ત્રિમાસિક ગાળા દરમિયાન EBITDA 28.5 ટકા વધીને રૂ. 11,424 કરોડ (1.4 બિલિયન અમેરિકી ડોલર)
ત્રિમાસિક ગાળા દરમિયાન ચોખ્ખો નફો 24.1 ટકાના વધારા સાથે રૂ. 4,530 કરોડ (574મિલિયન અમેરિકી ડોલર)
ત્રિમાસિક ગાળા દરમિયાન રોકડ નફો 29 ટકાના વધારા સાથે રૂ. 10,405 કરોડ (1.3 બિલિયન અમેરિકી ડોલર)
જૂન 30, 2022ના રોજ કુલ કસ્ટમરબેઝ 419.9 મિલિયન
ત્રિમાસિક ગાળા દરમિયાન ARPU રૂ. 175.7 પ્રતિ સબસ્ક્રાઇબર પ્રતિ માસ
ત્રિમાસિક ગાળા દરમિયાન કુલ ડેટા ટ્રાફિક 25.9 બિલિયન જી.બી., 27.2 ટકાની વૃધ્ધિ
કોન્સોલિડેટેડ – રિલાયન્સ રીટેલ
ત્રિમાસિક ગાળા દરમિયાન કુલ આવક 51.9 ટકા વધીને રૂ. 58,554 કરોડ ( 7.4 બિલિયન અમેરિકી ડોલર)
ત્રિમાસિક ગાળા દરમિયાન EBITDA 97.8 ટકા વધીને રૂ. 3,837 કરોડ ( 487 મિલિયન અમેરિકી ડોલર)
ત્રિમાસિક ગાળા દરમિયાન ચોખ્ખો નફો 114.2 ટકા વધીને રૂ. 2,061 કરોડ ( 261 મિલિયન અમેરિકી ડોલર)
ત્રિમાસિક ગાળા દરમિયાન રોકડ નફો 105.2 ટકા વધીને રૂ. 2,873 કરોડ ( 364 મિલિયન અમેરીકી ડોલર)
કામગીરી હેઠળના કુલ ફિઝીકલસ્ટોર્સની સંખ્યા 15,866, ત્રિમાસિક ગાળા દરમિયાન 792 નવા સ્ટોર્સ ખોલ્યા
કામગીરી હેઠળનો કુલ વિસ્તાર 45.5 મિલિયન ચોરસ ફૂટ, જે અગાઉના વર્ષના સમાન સમયગાળામાં 34.5 મિલિયન ચોરસ ફૂટ હતો.
પરિણામો ઉપર ટિપ્પણી કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજીંગ ડાઇરેક્ટર શ્રી મૂકેશ ડી. અંબાણીએ જણાવ્યું કેઃ “ભૂ-રાજકીય સંઘર્ષના કારણે એનર્જી મોર્કેટમાં મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યાં છે અને પરંપરાગત વ્યાપાર પ્રવાહને તેણે ખોરવી નાંખ્યો છે. આ ઉપરાંત માગમાં થયેલા પુનઃવધારાને પરિણામે ફ્યુઅલ માર્કેટ્સ વધારે ચુસ્ત બન્યા છે અને પ્રોડક્ટ માર્જીન સુધર્યાં છે. ચુસ્ત ક્રૂડ માર્કેટ્સ અને ઊંચા એનર્જી અને ફ્રેઇટ કોસ્ટ છતાં પણ ઓ-ટુ-સી બિઝનેસે શ્રેષ્ઠતમ પ્રદર્શન કર્યું છે.
કન્ઝ્યુમર પ્લેટફોર્મસની પ્રગતિ અંગે પણ હું ખુશ છું. રીટેલ બિઝનેસમાં, અમે કન્ઝ્યુમર ટચ-પોઇન્ટ્સ વધારવા અને અમારા ગ્રાહકો માટે વધારે મજબૂત વેલ્યુ પ્રોપોઝીશનનું નિર્માણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતાં રહ્યાં છીએ. અમારાં મજબૂત સપ્લાય ચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સોર્સિંગની કાર્યદક્ષતા દૈનિક જરૂરીયાતની વસ્તુઓની સ્પર્ધાત્મક કિંમતો જાળવી રાખવામાં મદદ કરી રહ્યાં છે, જેનાથી ફૂગાવાના દબાણ સામે ગ્રાહકોને રક્ષણ આપી શકાય.
અમારા ડિજીટલ સર્વિસીસ પ્લેટફોર્મ પર કસ્ટમર એંગેજમેન્ટ ઊંચું રહ્યું છે. જિયો તમામ ભારતીયો માટે ડેટાની ઉપલબ્ધતા માટે વિસ્તરણ પર કામ કરે છે અને મોબિલિટી તથા એફટીટીએચ ગ્રાહકોમાં થઈ રહેલા વધારાનો મને આનંદ છે.
ભારતની એનર્જી સિક્યોરીટીમાં રોકાણ કરવા રિલાયન્સ પ્રતિબધ્ધ છે. અમારો ન્યૂ એનર્જી બિઝનેસ સોલાર, એનર્જી સ્ટોરેજ સોલ્યુશન્સ અને હાઇડ્રોજન ઇકોસિસ્ટમમાં ટેકનોલોજી લીડર્સ સાથે ભાગીદારી કરી રહ્યો છે. આ ભાગીદારીઓ તમામ ભારતીયો માટેના ક્લીન, ગ્રીન અને અફોર્ડેબલ એનર્જી સોલ્યુશન્સનું વિઝન સાકાર કરવામાં મદદ કરશે.”