કૃષ્ણનગર ડેપો પરથી નિકોલગામ – વડતાલ – ખંભાતના નવા બસ રૂટો ચાલુ કરાયા
જન સંપર્ક અધિકારી, ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ, અમદાવાદની અખબારીયાદીમાં જણાવ્યા અનુસાર અમદાવાદ પૂર્વ વિસ્તારના વસતા નાગરીકોની રજુઆતોને ધ્યાનમાં લઇ એસ.ટી.તંત્ર દ્વારા વડતાલ જવા-આવવા નીચે મુજબના નવા બસ રૂટો શરુ કરવામાં આવ્યા છે.
દરરોજ સવારે ૦૬.૦૦ વાગે કૃષ્ણનગર થી ઉપાડી નિકોલગામ, ઠક્કરબાપા નગર એપ્રોચ, સમજુબા હોસ્પિટલ, બાપુનગર, વિરાટનગર હાઇવે થઇ સી.ટી.એમ., જશોદાનગર, ખાત્રજ, નડિયાદ, વડતાલ સ્વામીનારાયણ મંદિર, પેટલાદ થઇ ખંભાત સુધી જશે.
રીટર્નમાં ખંભાતથી બપોરે ૧૪.૦૦ કલાકે ઉપાડી વડતાલ બપોરે ૧૫.૧૦ કલાકે આવશે ત્યાંથી બાપુનગર, નિકોલગામ થઇ કૃષ્ણનગર એસ.ટી. ડેપો પર સાંજે ૧૭.૦૦ કલાકે પરત આવશે.
જેનું જતા-આવતા ઓનલાઈન ટીકીટ બુકિંગ પણ ચાલુ થઇ ગયેલ છે. જેની નોંધ પૂર્વ વિસ્તારમાં વસતા સત્સંગી ભાઈ-બહેનોએ લેવા વિનંતી છે જેથી ઘણા વર્ષોની માંગણી સંતોષાતા ભાવિક ભક્ત જનોમાં આનંદની લાગણી ફેલાઈ છે.