Western Times News

Gujarati News

ચોમાસામાં વાયરલ ઇન્ફેક્શનથી કિડનીને ઘણું નુકસાન થાય છે

viral-infection-in-monsoon-causes-a-lot-of-kidney-damage

નવી દિલ્હી, ચોમાસાની ઋતુ ગરમીથી ભલે રાહત આપે પરંતુ તે પોતાની સાથે અનેક બીમારીઓ પણ લઈને આવે છે. તાપમાન વારંવાર ફેરફાર, ભેજ અને બીજા કેટલાક કારણો શરીરમાં ચેપનું જાેખમ વધારે છે. જાે કે, ફૂડ કોમ્બિનેશન અને પાણી પણ ચોમાસામાં આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. એવામાં, ટાઇફોઇડ, હેપેટાઇટિસ છ અથવા ઈ જેવા રોગો થવાની સંભાવના રહે છે.

ચોમાસામાં આ બીમારીઓ સામાન્ય છે, પરંતુ જાે વાયરલ ઈન્ફેક્શન ખુબ વધી જાય તો કિડનીના સ્વાસ્થ્ય પર અસર થવા લાગે છે. અહી વાયરલ ઈન્ફેક્શનથી બચાવા કેટલીક ટિપ્સ આપવામાં આવી છે. ચોમાસામાં ભારે વરસાદને કારણે પાણી ભરાવા લાગે છે, જેના પરિણામે ગંદકી થાય છે.

viral-infection-in-monsoon-causes-a-lot-of-kidney-damage

આ ગંદકીના કારણે થયેલા કીટાણુઓ ખાદ્યપદાર્થો પર બેસે છે. આ કારણથી આ ઋતુમાં ખોરાકનું વિશેષ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં સમયાંતરે સાબુથી હાથ ધોવા અને સ્વચ્છતા જાળવવા જેવી તકેદારી રાખીને વાયરલ ઈન્ફેક્શનથી બચી શકો છો.

આ સિવાય ઉકાળેલું પાણી પીવાની ટેવ પાડો. ઉપરાંત જાે તમે એસીમાં બેસો છો તો બહારના તાપમાનમાં જતા પહેલા એસી બંધ કરો અને લગભગ ૧૦ મિનિટ પછી બહાર જાઓ. તાપમાનમાં અચાનક ફેરફાર પણ તમને વાયરલ ઈન્ફેક્શનનો શિકાર બનાવી શકે છે.

ફળોમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે તમને બીમારીઓથી દૂર રાખે છે. આયુર્વેદમાં ખાસ કહેવામાં આવ્યું છે કે શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ મોસમી ફળોનું સેવન કરવું જાેઈએ. જાે કે, લોકો ફળોના સેવનમાં પણ ભૂલો કરે છે. મોટાભાગના લોકો ફળોને કાપીને મૂકી રાખે છે અને લાંબા સમય પછી ખાય છે. જાે તમે અગાઉથી કાપેલા ફળો ખાઓ છો, તો આ આદત તમને ચેપનો શિકાર બનાવી શકે છે.

આવી સ્થિતિમાં કિડનીની હાલત લથડી જાય છે. જેથી તમારે જ્યારે ફળ ખાવા હોય ત્યારે તેણે ધોઈને ખાવ, અગાઉથી કાપેલા રાખશો નહીં. ચોમાસાના વરસાદને કારણે મોટાભાગના લોકો ચાલવા, દોડવા અથવા સાયકલ ચલાવવા જેવી પ્રવૃત્તિઓ દરરોજ કરી શકતા નથી.

અલબત્ત, તમે ઘરે રહીને પણ ઘણી શારીરિક કસરતો કરીને સ્વસ્થ રહી શકો છો. ઘરે રહીને થઈ શકે તેવી કસરતો અંગે તમને તેના ઇન્ટરનેટ પર ઘણા વિકલ્પ મળશે. શરીર એક્ટિવ ન હોવાને કારણે પણ ચેપનો ખતરો રહે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.