‘આઝાદીની ટ્રેન અને સ્ટેશન’ થીમ પર સાબરમતી સ્ટેશન પર પ્રદર્શનનું આયોજન
સ્વતંત્રતા સેનાનીઓ અને તેમના પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા પ્રતિષ્ઠિત ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી
ઉપરોક્ત તસ્વીરોમાં, અમદાવાદના મંડળ રેલ પ્રબંધક શ્રી તરૂણ જૈન ‘આઝાદી કી રેલ ટ્રેનો અને સ્ટેશનો’ થીમ પર પ્રદર્શનનું ઉદ્ઘાટન કરી ને અવલોકન કરી રહ્યા છે.
આઝાદીના અમૃત મહોત્સવના નેજા હેઠળ ઉજવાઈ રહેલા ‘આઝાદી ની ટ્રેન અને સ્ટેશન’ સપ્તાહના ભાગરૂપે પશ્ચિમ રેલવે એ સાબરમતી સ્ટેશન પર એક પ્રદર્શનનું આયોજન કર્યું છે. આ બે દિવસીય પ્રદર્શનનું ઉદ્ઘાટન 22મી જુલાઈ, 2022ના રોજ અમદાવાદ મંડળ રેલ પ્રબંધક શ્રી તરુણ જૈન દ્વારા કરવામાં આવ્યું હતું અને તેને લોકોને જોવા માટે ખોલવામાં આવ્યું હતું. તેવી જ રીતે, પશ્ચિમ રેલવેના ડિવિઝનો દ્વારા ચાલુ કાર્યક્રમોના ભાગરૂપે અન્ય ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, સાબરમતી ખાતેનું પ્રદર્શન ‘આઝાદી ની ટ્રેન ગાડી અને સ્ટેશન’ની થીમ પર આધારિત છે. મહાત્મા ગાંધીના જીવનની સફરને દર્શાવતી વિવિધ યાદગાર તસવીરો સાથે પશ્ચિમ રેલવેના સંગ્રહાલયથી દુર્લભ ફોટોગ્રાફ્સ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે.
તેમાં પાછળ કેટલાક વર્ષો દરમિયાન પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવેલી મુખ્ય સિદ્ધિઓને પ્રકાશ પાડવામાં આવ્યો છે. અને તેના ભાવિ પ્રોજેક્ટ્સને પણ પ્રકાશિત કરે છે જે રેલ મુસાફરીના અનુભવને પુનઃવ્યાખ્યાયિત કરશે. આ પ્રદર્શનમાં ઇન્ફોટેનમેન્ટ આધારિત ઇન્ટરેક્ટિવ વિડિયો વોલ સ્ક્રીન અને ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ચિત્ર અને સાબરમતી આશ્રમ સાથે સંકળાયેલા પ્રસિદ્ધ પ્રતીક ચરખાની પ્રતિકૃતિ સહિત સેલ્ફી પોઇન્ટનો પણ સમાવેશ થાય છે.
શ્રી ઠાકુરે માહિતી આપી હતી કે ‘આઝાદી ની ટ્રેનગાડી અને સ્ટેશન’ને ધ્યાનમાં રાખીને અમદાવાદ, વડોદરા, ભાવનગર અને મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન દ્વારા સાબરમતી, અડાસ રોડ, પોરબંદર, બારડોલી અને નવસારી સ્ટેશનો પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સ્ટેશનોને તિરંગાથી શણગારવામાં આવ્યા છે અને રોશની કરવામાં આવી છે.
લોકોને દેશના ઈતિહાસથી વાકેફ કરવા માટે આ સ્ટેશનો પર ડિજીટલ સ્ક્રીન પર સ્વાતંત્ર્ય સંગ્રામ પરની ટૂંકી ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવી રહી છે. આ સ્ટેશનો પર દેશભક્તિના ગીતો, શેરી નાટકો અને લાઇટ-સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રેલ્વે સ્ટેશનોના ઐતિહાસિક મહત્વ વિશે મુસાફરોમાં જાગૃતિ લાવવા માટે, પશ્ચિમ રેલ્વેએ દરેક સ્ટેશન પર સ્વાતંત્ર્ય સંગ્રામ સાથેના તેમના મહત્વને દર્શાવતા બેનરો અને સ્ટેન્ડી પ્રદર્શિત કર્યા છે. ઉપરાંત, આ સ્ટેશનો પર અગ્રણી સ્થાનો પર સેલ્ફી પોઈન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે જેથી કરીને લોકો પણ કાર્યક્રમમાં ભાગ લઈ શકે અને આ મહત્વપૂર્ણ ઉત્સવમાં યુવાનોની ભાગીદારી સુનિશ્ચિત કરી શકે.
સેલ્ફી લેવા અને પૃષ્ઠભૂમિમાં ચિત્રો લેવા માટે પ્રવાસીઓમાં જૂની યાદોના ચિત્રો સાથેની ફોટો વોલ ખૂબ જ લોકપ્રિય બની છે. સ્વતંત્રતા સેનાનીઓ અને તેમના પરિવારોને આ પ્રતિષ્ઠિત સ્ટેશનો પર આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
તેમણે સ્વાતંત્ર્ય સંગ્રામનો મહિમા વર્ણવતા તેમની ગાથાને ફરીથી જીવંત કરવી અને સાંભળવી એ હૃદયસ્પર્શી હતું. કારણ કે તેમણે સ્વતંત્રતા સંગ્રામની મહિમાનું વર્ણન કર્યું. અમદાવાદ મંડળમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના સંબંધીઓ દ્વારા ત્રણ પ્રતિષ્ઠિત ટ્રેનો જેમ કે અહિંસા એક્સપ્રેસ, સાબરમતી એક્સપ્રેસ અને ગુજરાત મેલને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી.
જ્યારે વધુ બે પ્રતિષ્ઠિત ટ્રેનો એટલે કે લોકશક્તિ અને બાંદ્રા ટર્મિનસ-સુરત ઇન્ટરસિટી એક્સપ્રેસને સ્વાતંત્ર્ય સેનાનીઓ અને મુંબઈમાં તેમના સંબંધીઓ લીલી ઝંડી બતાવવામાં આવી હતી. મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન માં લીલી ઝંડી બતાવવામાં આવી. આ ટ્રેનોને આકર્ષક શણગારવામાં કરવામાં આવ્યો હતો.
અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધકે 96 વર્ષીય સ્વાતંત્ર્ય સેનાની શ્રી નંદલાલ શાહ અને 99 વર્ષીય શ્રી ઈશ્વરલાલ દવેને મળીને તેમનું અભિવાદન કર્યું. તેમણે સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો અને જેલવાસ પણ ભોગવ્યો હતો. વડોદરા સ્ટેશન પર, અન્ય સ્વાતંત્ર્ય સેનાની શ્રીમતી હીરાબેન વેદ, જેમની વય 96, વર્ષ છે નું સન્માન કરવામાં આવ્યું હતું.
તે સાબરમતી આશ્રમમાં ગાંધીજીની દેખ રેખ કરનારમાંથી એક હતા. શ્રીમતી હીરાબેન વેદ અને શ્રી ગટ્ટુભાઈ એન. વ્યાસ, (99 વર્ષ નિવૃત્ત રેલ્વે કર્મચારી) સાથે સુંદર રીતે સુશોભિત સંકલ્પ એક્સપ્રેસને લીલી ઝંડી બતાવીને રવાના કરી, જે આ પ્રસંગે સંપૂર્ણ રીતે સુશોભિત હતી. પોરબંદર સ્ટેશન ખાતે રંગોળી, નુક્કડ નાટક, ગરબા, દેશભક્તિ ગીતો વગેરે જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહ સાથે કરવામાં આયોજિત કરવામાં આવ્યા.
આઝાદીનો અમૃત મહોત્સવ આઝાદીના 75 વર્ષ અને દેશના લોકો, સંસ્કૃતિ અને ઉપલબ્ધીઓ ના ગૌરવશાળી ઇતિહાસ ની ઉજવણી કરવા માટે ભારત સરકારની એક પહેલ છે.
ભારતીય રેલ્વે દ્વારા 18 થી 23 જુલાઈ, 2022 દરમિયાન ‘આઝાદી ની ટ્રેન અને સ્ટેશન’નું આઇકોનિક સપ્તાહ આઝાદીના અમૃત મહોત્સવના નેજા હેઠળ ઉજવવામાં આવી રહ્યું છે. આ પહેલ હેઠળ, 75 સ્ટેશનો પર સપ્તાહ સુધી ચાલનારા ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને 27 ટ્રેનોને પ્રકાશિત કરવામાં આવી રહી છે
જે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ગૌરવશાળી ઈતિહાસ સાથે સંકળાયેલી છે અને મહત્વપૂર્ણ સ્થાનો અને ઘટનાઓને ચિહ્નિત કરે છે. 5 સ્ટેશનો અને 10 નામાંકન ટ્રેનોની સાથે પશ્ચિમ રેલવે જન ભાગીદારી અને જન આંદોલનની એકંદર ભાવના સાથે આ આઇકોનિક સપ્તાહની ઉજવણીમાં ભાગ લઈ રહી છે.