Western Times News

Gujarati News

૧લી ઓકટોબરના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર ૧૯૪૪૩ યુવાનો પ્રથમવાર મતદાન કરશે

election commission for voter id

૧લી ઓક્ટોબરની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદોની ખાસ સંક્ષિમ સુધારણાનો કાર્યક્રમ બુથ લેવલ ઓફિસર  દ્વારા રરમી જુલાઇ સુધીમાં ૭.૮૦ લાખથી વધુ ધરોની હાઉસ ટુ હાઉસ મુલાકાત લઇ મતદારયાદીને લગતી કામગીરી હાથ ધરવામાં આવી

ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧લી ઓકટોબરની લાયકાતની તારીખને ધ્યાનમાં રાખીને ફોટાવાળી મતદાર યાદોની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમ અન્વયે મતદાર યાદી સુધારણા પૂર્વેની પ્રિ- રિવિઝન એકટીવીટી હેઠળ બુથ લેવલ ઓફિસર (BLO)ને ફાળવવામાં આવેલા ભાગમાં સમાવિષ્ઠ દરેક ઘરની  મુલાકાત લેવામાં આવી છે.આ માટે તા.રરમી જુલાઇ, ર૦રર સુધીમાં પોતાને ફાળવવામાં આવેલ વિસ્તારમાં ઘરે ઘરે જઇને મતદારોની વિગતો એકત્રિત કરવામાં આવી હતી..

આ કાર્યક્રમ હેઠળ તા.રરમી જુલાઇ સુધીમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં BLO દ્વારા ૭,૮૦,૭૪૯ ધરોની મુલાકાત લઇને વિગતો એકત્ર કરવામાં આવી હતી.અમદાવાધ્માં સૌથી વધુ ૮૯,૧૪ર ઘરોની મુલાકાત લેવામાં આવી હતી. નવા મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ૩૯, ૪૦૪ જેટલા ફોર્મ નં.૬ મેળવવામાં આવ્યા હતા.

જેમાં ૧૮ થી ર૯ વર્ષની ઉમરવાળા ર૯, ૩૬૧ તથા ર૯ વર્ષથી વધુ વય ધરાવતા ૯૮૭૯ જેટલા નવા મતદારોનો સમાવેશ થાય છે.સ્થળાંતરના કિસ્સામાં ૧૪,૬૦૦ તથા અવસાન થવાના કિસ્સામાં ર૮,૦૫૬ જેટલા ફોર્મ નં.૭ મેળવવામાં આવ્યા હતા.મતદારયાદીમાં દર્શાવેલ વિગતોમાં સુધારા માટે ૨૩,૪૩૨ જેટલા ફોર્મ નં.૮ મેળવવામાં આવ્યા છે. તા.૧૧લી ઓકટોબર,ર૦રરની લાયકાતની તારીખે ૧૮ વર્ષ પૂર્ણ કરી રહેલા નવા મતદારો ૧૯, ૪૪૩ નોંધાયા છે. તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરી શકશે.

BLO માટે ખાસ તૈયાર કરવામાં આવેલી GARUDA એપમાં પ્રાપ્ત થયેલી વિગતો અને લાગુ પડતા કિસ્સાઓમાં ફોર્મ નં.૬, ૬(ક), ૭, ૮, અને ૮(ક) મેળવી વિગતોનું ડિજિટીલાઇઝશન કરવામાં આવશે. BLO દ્વારા ઘરોની મુલાકાત દરમ્યાન નિયત નમૂનામાં ફોર્મમાં અરજીઓ મેળવવામાં આવશે.

ખાસ કરીને તા.૧લી જાન્યુઆરી,ર૦રરની લાયકાતની તારીખે લાયક હોય અને મતદારયાદીમાં નોંધાયેલા ન હોય તેવા તમામ નાગરિકો પાસેથી ફોર્મ નં.૬ ભરાવીને મેળવવામાં આવશે.મતદારોની વિગતો ચકાસીને જો મતદારો સુધારા સૂચવે તો તેવા મતદારો પાસેથી ફોર્મ નં.૮ મેળવવામાં આવશે, મતદારોની ખરાઇ દરમ્યાન એક કરતાં વધુ વખત નોંધાયેલા એટલે કે, પુનરાવર્તીત,એકથી વધુ વખત નામ દાખલ થયું હોય, કાયમી સ્થળાંતર કર્યું હોય કે અવસાન થયાના કિસ્સામાં ફોર્મનં.૭ મેળવવામાં આવશે.

તા.૧લી ઓકટોબર,ર૦રરના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા યુવાનોની વિગતો મેળવી યાદી તૈયાર કરવામાં આવશે. નવા અસ્તિત્વમાં આવેલા સોસાયટી/એપાર્ટમેન્ટ કે જેનો સમાવેશ મતદારયાદીમાં ન થયો હોય તો તેની યાદી તેયાર કરીને BLO સુપરવાઇઝર દ્વારા તેની સ્થળ ઉપર જઇ મુલાકાત કરીને ખરાઇ કરવામાં આવશે.

ત્યારબાદ મતદાર નોંધણી અધિકારી દ્વારા મંજૂરી મળ્યેથી BLO દ્વારા આ સોસાયટી/એપાર્ટમેન્ટના દરેક ધરની મુલાકાત કરીને લાગુ પડતા કિસ્સામાં ફોર્મનં.૬ ફોર્મ નં.૮ મેળવવામાં આવશે.

81.0 દ્વારા ફોર્મ નં. ફોર્મ નં.૬, ૬(ક), ૭, ૮, ૮(ક) હેઠળ પ્રાત થયેલી વિગતો ૯/૨0૦/ એપમાં ડિજિટીલાઇઝ કરવામાં આવશે તથા તેની તા.રરમી જુલાઇ, ર૦રર સુધીમાં ડેટા એન્ટ્રી કરી દેવામાં આવશે. BLOસુપરવાઇઝર દ્વારા BLO પાસેથી મળેલી માહિતી મેળવીને પત્રક -૬ માં નિભાવવામાં આવશે અને સબંધીત અધિકારીને મોકલવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.