ટીવી અભિનેત્રી શિવ્યા પઠાણિયા સાથે બર્થડે સ્પેશિયલ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/Shivya-Pathania-Devi-Parvati-Birthdya-Picture--1024x923.jpeg)
બર્થડે હંમેશાં વિશેષ હોય છે, કારણ કે આ દિવસે જેનો બર્થડે હોય તેની પર આખા પરિવાર અને મિત્રોનું ધ્યાન દોરાતું હોય છે. એન્ડટીવી પર શિવ્યા પઠાણિયા ઉર્ફે દેવી પાર્વતી ટૂંક સમયમાં જ તેનો બર્થડે ઊજવી રહી છે, જે આ મજેદાર વાર્તાલાપમાં આ વર્ષે તેની વિશેષ યોજનાઓ વિશે રસપ્રદ વિગતો આપે છે.
તારો બર્થડે તારા વહાલાજનો સાથે ધામધૂમથી ઊજવવા માગે છે કે સાદગીથી?
મને પાર્ટી ગમતીનથી અને મારો બર્થડે મારા પરિવાર અને ફ્રેન્ડ્સ સાથે મનાવવાને અગ્રતા આપું છું. આદર્શ રીતે હું મારા વતન હિમાચલ પ્રદેશમાં મારા પરિવારને આ વિશેષ દિવસે મળીશ. જો હું મારા લોકપ્રિય પૌરાણિ શો બાલ શિવના શૂટિંગ શિડ્યુલમાં વ્યસ્ત હોઉં તો મારો પરિવાર મુંબઈ આવશે. દિવસનું શૂટિંગ પૂરું કર્યા પછી હું તેમને સાંજે ફેન્સી ડાઈનિંગ માટે બહાર લઈ જઈશ.
શું તું તારા બર્થડે પર કોઈ અજોડ રસમનું પાલન કરે છે?
મારો પરિવાર મારા બર્થડે પર રુદ્રાભિષેક (ભગવાન શિવની પૂજા) કરે છે. હું શિવમંદિરમાં જઈને આશીર્વાદ લઉં છું અને દરેક માટે સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની પ્રાર્થના કરું છું. ઉપરાંત મારી માતાને રસોઈ બનાવવાનું ગમે છે અને મને મીઠું ભાવતું હોવાથી તે હંમેશાં બકવ્હીટ, ઘઉંનો લોટ અને ડ્રાય ફૂર્ટ સાથે પારંપરિક મીઠી કેક અકતોરી બનાવે છે, જે પેનકેક જેવી દેખાય છે. અમે સામાન્ય રીતે મધ સાથે તે ખાઈએ છીએ અને મારી સૌથી ફેવરીટ છે.
View this post on Instagram
તને આજ સુધી પ્રાપ્ત થયેલી સૌથી અવિસ્મરણીય ભેટ કઈ છે?
નિખાલસતાથી કહું તો મને મારા ચાહકો અને વહાલાજનો પાસેથી ઘણી બધી ભેટ પ્રાપ્ત થાય છે. જોકે આ વર્ષ અત્યંત વિશેષ છે, કારણ કે મને સૌથી અમૂલ્ય ભેટ મળી છે. એન્ડટીવી પર બાલ શિવમાં દેવી પાર્વતી તરીકે મારી ભૂમિકા જોતાં મને અનેક દેવીનાં રૂપ ભજવવાનો સુંદર મોકો મળ્યો છે, જેનાથી મારી અંદરનું શ્રેષ્ઠતમ બહાર લાવી શકી છું. મારા માટે તે પડકારજનક હોવા છતા સંતોષજનક હતું. એક કલાકારને મળનારી આ ઉત્તમ ચીજ છે. એક પાત્રમાં વિવિધતા દર્શાવવાની તકને હું આશીર્વાદ તરીકે જોઉં છું.
શું તું કોઈ થીમ આધારિત બર્થડે પાર્ટી હોસ્ટ કરવા અથવા યોજવા માગે છે?
યુનિકોર્ન- થીમ્ડ પાર્ટી મારા બર્થડે માટે પરફેક્ટ થીમ રહેશે. મને હંમેશાં યુનિકોર્ન્સ ગમ્યાં છે અને મારા વતન અને મુંબઈનાં ઘરમાં પણ યુનિકોર્ન રમકડાંથી રૂમ ભરેલા છે. હું યુનિકોર્ન થીમ સાથે બર્થડે પાર્ટી યોજીને આ બાળપણનાં સપનાં પરિપૂર્ણ કરવા માગું છું.
સહ- કલાકારો સાથે ઉજવણીઓ વિશે કહેશે?
સિદ્ધાર્થ અરોરા (મહાદેવ), મૌલી ગાંગુલી (મહાસતી અનુસૂયા), આન તિવારી (બાલ શિવ) અને બાલ શિવની આખી ટીમ મારા પરિવારનો આંતરિક હિસ્સો બની છે અને કોઈ પણ ઉજવણી તેના વિના અધૂરી છે. મને ખાતરી છે કે તેઓ સેટ પર કશુંક વિશેષ આયોજન કરશે અને મારા બર્થડે પર મને સરપ્રાઈઝ આપશે.
આ બર્થડે માટે કોઈ વિશેષ ઈચ્છા છે?
કલાકાર તરીકે પ્રગતિ કરતાં રહેવા સાથે મારા દર્શકોનો પ્રેમ અને આશીર્વાદ મેળવવાનું ચાલુ રાખવા માટે મારી અભિનય શક્તિ દર્શાવવાનું ચાલુ રાખવાની મારી સૌથી વિશેષ ઈચ્છા છે.