Western Times News

Gujarati News

મોટી કુંકાવાવની વ્રજ વિદ્યાલયમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો

અમરેલી જિલ્લામાં વધી રહેલા માર્ગ અકસ્માત નિવારવા તથા શાળાના બાળકોને ટ્રાફિક નિયમની જાણકારી મળે તે હેતુથી મોટી કુંકાવાવ તાલુકામાં વ્રજ વિદ્યાલયમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમરેલી જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે.એમ. દવે તથા ટીમે ટ્રાફિકના નિયમોની જાણકારી અને માર્ગદર્શન આપ્યું હતું. આશરે ૨૦૦ વિદ્યાર્થીએ આનો લાભ લીધો હતો.

ઉપરાંત આધુનિક ટેકનોલોજીથી સજ્જ થયેલા ઈન્ટરસેપ્ટર વાહન અંગે તથા હાઈવે પેટ્રોલિંગ વાહનનો અકસ્માત સમયે થતાં ઉપયોગની વિદ્યાર્થીઓને જાણકારી અપાઈ હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.