ઉઘરાણી મામલે થયેલા ઝઘડાના સમાધાન માટે એકઠા થયેલા લોકો બાખડ્યા
રાજકોટ, રાજકોટ શહેરમાં શનિવારના રોજ રાત્રિના ૧૦ઃ૦૦ વાગ્યાના અરસામાં વિરાણી અઘાટ કારખાના વિસ્તારમાં ફાયરિંગ તેમજ હત્યાના પ્રયાસનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા બંને પક્ષો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
ભક્તિનગર પોલીસે પ્રતીક ટોપીયા અને તેના ગ્રુપ વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૦૭, ૩૨૬, ૩૨૫, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તેમજ જીપી એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રતીક ટોપીયા અને તેના ગ્રુપના કેયુરભાઈ રસિકભાઈ લુણાગરિયા હાલ રાજકોટની મધુરમ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે કે હાર્દિકભાઈ સોજીત્રા નામના વ્યક્તિની પોલીસ શોધખોળ કરી રહી છે.
જ્યારે કે ભક્તિનગર પોલીસ દ્વારા પ્રતીક દિનેશભાઈ ટોપીયા, પ્રતિકભાઇ ભવનભાઈ ગઢીયા, મીતભાઈ નરેન્દ્રભાઈ સોરઠીયા તેમજ દિવ્યરાજ શૈલેષભાઈ ચાવડા નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ભક્તિનગર પોલીસ દ્વારા અક્ષય ગજેરા અને તેના ગ્રુપ પર આર્મસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ભક્તિનગર પોલીસે અક્ષય અરવિંદભાઈ ગજેરા તેમજ રાહિલ રમેશભાઈ ગજેરાની ધરપકડ કરી છે. જ્યારે કે રુચિત અને વસીમ નામના શખ્સની શોધખોળ શરૂ છે. ચિરાગભાઈ કાનજીભાઈ પોકીયા હાલ વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
કારખાનેદાર કેયુર લુણાગરિયાએ ભક્તિનગર પોલીસને આપેલી ફરિયાદ મુજબ શનિવારે રાત્રે ૯ઃ૪૫ વાગ્યાના અરસામાં તે પોતાના ફઈના દીકરા પ્રતિક ટોપિયાના કારખાને બેસવા ગયો હતો. આ સમયે ત્યાં ચિરાગ રુચિત વસીમ અક્ષય રાહીલ તેમજ એક અજાણ્યો શખ્સ ત્યાં ઘસી આવ્યો હતો.
બંને જૂથ વચ્ચે ઝપાઝપી થતા ચિરાગે પોતાની પાસે રહેલી પિસ્ટલમાંથી ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરતા કયુરના સાથળ તેમજ બેઠકના ભાગે ગોળી વાગી હતી. જેના કારણે તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
સામા પક્ષે ચિરાગ પોકીયા નામના શખ્સે વળતી ફરિયાદ નોંધાવી છે. ભક્તિનગર પોલીસને આપેલી ફરિયાદમાં ચિરાગે જણાવ્યું છે કે, તેના મિત્ર વત્સલના મે મહિનામાં લગ્ન થયા હતા. જે લગ્નમા ડેકોરેશનનું કામ પ્રતીક ટોપીયાએ કર્યું હતું.
પ્રતીક અવારનવાર પઠાણી ઉઘરાણી કરતો હતો જે બાબતે સમાધાન કરવા પોતે તથા તેના મિત્રો ગયા હતા પરંતુ ત્યાં પહોંચતા જ કોઈપણ વાતચીત કર્યા વગર દિવ્યરાજ મીત કેયુર સહિતના શખ્સો તેના અને તેના ગ્રુપ પર તૂટી પડ્યા હતા.SS1MS