Western Times News

Gujarati News

મહિલાએ દીકરાની સ્કૂલ ફી ભરવા માટે પૂર્વ પતિને વિનંતી કરી

અમદાવાદ, લગ્ન જીવન સારી રીતે ના ચાલતું હોય તો પછી વાત છૂટાછેડા સુધી પહોંચી જતી હોય છે. ગુજરાત હાઈકોર્ટમાં એક આશ્ચર્યમાં મૂકી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પૂર્વ પત્નીએ દીકરા માટે ફીની વ્યવસ્થા ના થતા પૂર્વ પતિને આ અંગે વાત કરી હતી.

પૂર્વ પતિ જેલમાં પોતાની તેણે દીકરાની ફીની વ્યવસ્થા કરવા માટે જેલમાંથી જામીન મેળવવા અંગે રજૂઆત કરી હતી. નોંધનીય છે કે, પત્ની પોતાના બાળકની સ્કૂલની ફીની જવાબદારી લીધી હતી પરંતુ હાલ તે ફી ભરી શકે તેવી વ્યવસ્થા ના હોવાથી તેણે આ અંગે પતિને રજૂઆત કરી હતી.

રિપોર્ટ્‌સ પ્રમાણે માતા બાળકની સ્કૂલની ફી ભરવા માટે સક્ષમ ના હોવાથી તેમણે પૂર્વ પતિ કે જે જેલમાં બંધ છે તેમને બાળકની ફી ભરવા અંગે વિનંતી કરી હતી. જ્યારે પૂર્વ પતિએ આ મામલે હાઈકોર્ટમાં રજૂઆત કરી અને બાળકની ફી ભરવાની વ્યવસ્થા કરવા માટે જામીનની માગણી કરી હતી. જાેકે, કોર્ટે આ કેસમાં જેલમાં બંધ મહિલાના પૂર્વ પતિને જામીન આપવાનો ઈનકાર કરી દીધો છે.

માતાની નોકરી છૂટી ગઈ હોવાથી તે હાલ તે ફી ભરવા માટે સક્ષમ નથી. કોર્ટે આ કેસમાં જણાવ્યું કે છૂટાછેડાના કરાર પ્રમાણે પત્નીએ બાળકની ફી ભરવાની જવાબદારી સ્વીકારી છે ત્યારે કોર્ટ તેનાથી વિપરિત અને અતાર્કિક આદેશ કરી શકે નહીં.

કોર્ટે એમ પણ કહ્યું છે કે અમને બાળક પ્રત્યે સહાનુભૂતિ છે, પરંતુ પત્ની જ્યારે શિક્ષણના ખર્ચની જવાબદારીનું એગ્રીમેન્ટ કર્યું હોય ત્યારે પતિની કોઈ જવાબદારી આવશે નહીં. છૂટીછેડા વખતે જે એગ્રીમેન્ટ થયું ત્યારે એવી શરત રાખવામાં આવી હતી કે બાળકના શિક્ષણનો ખર્ચ પત્ની ઉપાડશે. જાેકે, હવે મહિલાની નોકરી છૂટી જતા દીકરાની ૩૫,૦૦૦ રૂપિયા સ્કૂલની ફી ભરવી મુશ્કેલ બની છે.

બીજી તરફ પતિએ હાઈકોર્ટમાં રજૂઆત કરી કે, જ્યારે એગ્રીમેન્ટ થયું ત્યારે પત્ની ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી, પરંતુ હવે તેની પાસે આવકનો સ્ત્રોત ના હોવાથી ફી ભરવા માટે વિનંતી કરી હતી.

આ અંગે પતિએ કોર્ટને કહ્યું કે, પોતે જેલમાંથી બહાર આવી શકે તો બાળકની ફીની વ્યવસ્થા કરી શકે છે, જેથી તેને દીકરાની ફીની વ્યવસ્થા કરવા માટે જામીન આપવામાં આવે. જે પ્રમાણે છૂટાછેડા વખતે એગ્રીમેન્ટ થયા હતા તેને ટાંકીને કોર્ટે કહ્યું કે, પત્નીએ દીકરાના શિક્ષણની જવાબદારી લીધી હતી, માટે આ કેસમાં હવે પતિની આ કેસમાં કોઈ જવાબદારી આવે નહીં.

વકીલે અહીં દલીલ કરી કે, “બાળકના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પિતાને જામીન આપવા જાેઈએ. રૂપિયાની વ્યવસ્થા થઈ જશે એટલે તે પરત જેલમાં જતા રહેશે અને કોર્ટની શરતોને બંધાયેલા રહેશે.” કોર્ટે એમ પણ કહ્યું કે, “ફી અંગે પતિ સિવાય અન્ય સગાને વિનંતી કરવી જાેઈએ. શું સાસુ-સાસરા નથી”, ત્યારે પૂર્વ પત્નીએ કોર્ટની ઉપસ્થિતિમાં કહ્યું કે તેઓ મૃત્યુ પામ્યા છે.

છૂટાછેડા સમયના એગ્રીમેન્ટને ટાંકીને કોર્ટે કહ્યું કે, “બાળક સાથે અમારી તમામ સંવેદનાઓ છે પરંતુ જ્યારે કાયદેસર એગ્રીમેન્ટ થયું છે ત્યારે તેની વિરુદ્ધમાં જઈને હાઈકોર્ટ આદેશ કરી શકે નહીં. જાે હાઈકોર્ટ આદેશ કરે તો એ સંપૂર્ણ રીતે અતાર્કિક સાબિત થશે.” કોર્ટે એમ પણ કહ્યું કે આજના સમયમાં ૩૫ હજાર બહુ મોટી રકમ નથી. આ પછી પતિ દ્વારા જામીન અરજીને પરત ખેંચી લેવામાં આવી હતી.

આમ હવે પતિને ફી ભરવા અંગે વિનંતી કર્યા બાદ કોર્ટે એગ્રીમેન્ટનો ઉલ્લેખ કરતા અને પતિને જામીન ન આપતા તેણે પોતે જ ફીની વ્યવસ્થા કરવી પડશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.