Western Times News

Gujarati News

કીડની ટ્યુમરની રોબોટીક સર્જીકલ પ્રક્રિયા અસરગ્રસ્ત કીડનીના ભાગને જ દૂર કરવામાં સક્ષમ બનાવે છે

કીડની ટ્યૂમરની સારવારમાં રોબોટિક-આસિસ્ટેડ પાર્શિયલ નેફ્રેક્ટોમીની કુશળતા પર ભાર મુકતો ભારતનો સૌથી મોટો સહયોગાત્મક અને બહુ-સંસ્થાકિય અભ્યાસ

 આ અભ્યાસ 14 સરકાર અને ખાનગી કેન્દ્રો સુધી ફેલાયેલો છે, જેમાં 800 કેસમાં છેલ્લા 12 વર્ષથી દા વિન્ચી સિસ્ટમનો ઉપયોગ કરાયો છે

  • 800 દર્દીમાં 350 એવા કેસને અભ્યાસમાં આવરી લેવામાં આવ્યા છે જે ગુજરાતની મુળજીભાઇ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલના હતા

અમદાવાદતા. 24 મે 2024 – ન્યૂનતમ આક્રમક સંભાળ અને રોબોટિક આસિસ્ટેડ સર્જરીમાં મોખરે એવી વૈશ્વિક ટેકનોલોજી અગ્રણી ઇન્ટ્યુટીવએ આજે દા વિન્ચી સર્જીકલ સિસ્ટમના ઉપયોગ દ્વારા રોબોટિક-આસિસ્ટેડ પાર્શિયલ નેફ્રેક્ટોમી (RAPN) પર ભારતના સૌથી મોટા સહયોગાત્મક અને બહુ-સંસ્થાકિય અભ્યાસના તારણોની ઘોષણા કરી છે. India’s Largest Collaborative and Multi-Institutional Study on Partial Nephrectomy highlights the efficacy of Robotic-Assisted Partial Nephrectomy in treating kidney tumors.

ભારતભરમાં 14 સરકાર અને ખાનગી કેન્દ્રોના સહયોગથી આ અભ્યાસ રેનલ (મૂત્રપિંડ) માસીસ માટેની સર્જરીમાં રોબોટિક-આસિસ્ટેડ પાર્શિયલ નેફ્રેક્ટોમી (RAPN)ના ઉપયોગને સમર્થન આપે છે. આ ભૂતકાળના અભ્યાસમાં, છેલ્લા 12 વર્ષના 800 દર્દીઓના કેસના ડેટાનો ઉપયોગ કરાયો હતો, જે યુરોલોજિકલ સંભાળની ભારતીય પરિસ્થિતિમાં નોંધપાત્ર સીમાચિહ્ન્ અંકિત કરે છે. અભ્યાસમાં સમાવિષ્ટ 800 દર્દીઓના કેસમાંથી એવા 350 જેટલા દર્દીઓ ગુજરાતની મુળજીભાઇ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલના હતા.

ભારતમાં સૌપ્રથમ વખત હાથ ધરાયેલ આ અભ્યાસનો હેતુ ભારતમાં RAPNમાં દા વિન્ચી સર્જીકલ સિસ્ટમનો ઉપયોગ કરીને મૂલ્યો અને લાભોને માન્યતા આપવાનો હતો, જે વિવિધ દર્દી ક્ષેત્રો અને ટ્યુમર જટીલતામાં આ પ્રક્રિયાની કુશળતા અને સુરક્ષામાં વ્યાપક આંતરદ્રષ્ટિ પૂરી પાડે છે.

આ અભ્યાસમાં મુળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલ, નડિયાદના નેફ્રોલોજી વિભાગના ચેરમેન ડૉ. અરવિંદ ગણપુલે,  HCG કેન્સર સેન્ટર, અમદાવાદ ખાતે યુરો-ઓન્કોલોજી અને રોબોટિક સર્જરી વિભાગના વડા ડૉ. હેમાંગ બક્ષીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

“આ વિસ્તરિત અભ્યાસમાં એકત્રિત અને વિશ્લેષણ કરાયેલ ડેટા રેડીકલ નેફ્રેક્ટોમીની તુલનામાં રોબોટિક-આસિસ્ટેડ પાર્શિયલ નેફ્રેક્ટોમીના ફાયદાઓ પર ભાર મુકે છે, જે સર્જન્સને રેનલ માસીસની સારવાર દરમિયાન વધુ સારા ક્લિનીકલ પરિણામો માટે RASની પસદંગી કરવામાં સહાય કરે છે.” એમ મુળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલ, નડિયાદના નેફ્રોલોજી વિભાગના ચેરમેન ડૉ. અરવિંદ ગણપુલેએ જણાવતા ઉમેર્યુ હતુ કે

આ સર્જીકલ પ્રક્રિયા સર્જન્સને ટ્યુમરથી અસરગ્રસ્ત કીડનીના ભાગને જ દૂર કરવામાં સક્ષમ બનાવે છેતે રીતે આસપાસના તંદુરસ્ત ટિસ્યુઓ સચવાય છે અને તેથી કીડનીનું ફંકશન જાળવી રાખી શકાય છે. દા વિન્ચીનો ઉપયોગ કરીને કરવામાં આવતી રોબોટી-આસિસ્ટેડ સર્જરીનો ન્યૂનતમ આક્રમક પ્રકાર વિસ્તરિત ચોક્સાઇહસ્ત કૌશલ્ય અને 3D વિઝનના પરિણામે ઓછા ટિસ્યુ ટ્રોમા અને ઓછા ઓપરેશન બાદના દુઃખાવા સાથે પૂરી પાડે છેજે ઝડપી સુધારામાં પરિણમે છે”.

“આ અભ્યાસના પરિણામો નોંધપાત્ર છે,” એમ કહેતા ઇન્ટ્યુટીવ ઇન્ડિયાના માર્કેટિંગ ડિરેક્ટર સ્વાતિ ગુપ્તાએ ઉમેર્યુ હતુ કે “આ ડેટા ભારતમાં રોબોટિક-આસિસ્ટેડ પાર્શિયલ નેફ્રેક્ટોમી માટે દર્દીના પરિણામોને સુધારવામાં દા વિન્ચી સિસ્ટમની સંભવિતતા દર્શાવે છે અને દેશભરમાં રોબોટિક સર્જરીમાં વધુ પ્રગતિ માટે પાયો નાખે છે. અગ્રણી ભારતીય સંસ્થાઓ અને સર્જનોના સહયોગથી ભારતીય દર્દીઓની વસ્તી માટે વિશિષ્ટ મૂલ્યવાન આંતરદૃષ્ટિ મળી છે.

આગળ જતાં, આ જ્ઞાન સર્જિકલ તકનીકોને શુદ્ધ કરવા અને વધુ દર્દીઓ માટે ન્યૂનતમ આક્રમક રોબોટિક સર્જરીની ઉપભોગ્યતાને વિસ્તૃત કરવા માટે નિર્ણાયક બનશે. અમે આ મહત્વપૂર્ણ સંશોધનમાં યોગદાન આપવા બદલ ગર્વ અનુભવીએ છીએ અને ભારતમાં દર્દીની સંભાળ પર તેની સકારાત્મક અસરની આશા રાખીએ છીએ.”

 HCG કેન્સર સેન્ટર, અમદાવાદ ખાતેના યુરો-ઓન્કોલોજી અને રોબોટિક સર્જરી વિભાગના વડા ડૉ. હેમાંગ બક્ષીએ ટિપ્પણી કરતા કહ્યુ કે “ભારતમાં આ સૌપ્રથમ અને સૌથી મોટો મલ્ટી-સેન્ટ્રીક અભ્યાસ છે જે રોબોટિક-આસિસ્ટેડ પાર્શિયલ નેફ્રેક્ટોમી (RAPN)ને નાની અને મોટી કીડની ટ્યૂમરની સારવામાં માન્યતા આપે છે. RAPNને અનુસરતા ક્લિનિકલ, પેરીઓપરેટિવ અને કાર્યાત્મક પરિણામોની વિગતવાર તપાસ સાથે, આ અભ્યાસને રોબોટિક-આસિસ્ટેડ પાર્શિયલ નેફ્રેક્ટોમીની અસરકારકતા અને ફાયદાઓને સમજવા માટે મુખ્ય સંદર્ભ તરીકે ગણવામાં આવશે.”

ઇન્ટ્યુટીવ અને આ અભ્યાસના સહ લેખકોએ યુરોલોજિકલ સોસાયટી ઓફ ઇન્ડિયાના યુરો-ઓન્કોલોજી વિભાગની બીજી રાષ્ટ્રીય કોન્ફરન્સમાં આ તારણોની ઘોષણા કરી હતી. પત્રકારોને સંબોધતા આ કોન્ફરન્સના અનેક આયોજકોમાંના એક ડૉ. શ્રેણિક શાહએ જણાવ્યું હતુ કે “આ પ્રકારની કોન્ફરન્સીસ પ્રત્યક્ષ વર્કશોપ્સ, સેમિનાર્સ, વેબિનાર્સ અને લાઇવ ડેમો સર્જરી મારફતે હેલ્થકેર તંત્રને વિસ્તારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

અમે અમારી રાષ્ટ્રીય પરિષદ દરમિયાન આટલા મોટા સહયોગી અભ્યાસના તારણો પ્રથમ વખત જાહેર કરી રહ્યા છીએ. આ પ્રકારના પ્રથમ અભ્યાસના તારણો જાહેર કરતાં અમને અત્યંત આનંદ થાય છે, કારણ કે રેનલ માસ માટે શસ્ત્રક્રિયા કરતી વખતે અમારા જેવા યુરો સર્જનો માટે આ મુખ્ય સંદર્ભ બની રહેશે. અભ્યાસ પુનઃપુષ્ટિ કરે છે કે રોબોટ-આસિસ્ટેડ પાર્શિયલ નેફ્રેક્ટોમી (RAPN) એ રેનલ માસ માટે પસંદગીની સર્જિકલ સારવાર છે, જે રેનલ ફંક્શનને જાળવવામાં તેની અસરકારકતાને પ્રકાશિત કરે છે.

ક્લિનિકલ પરિણામોના અભ્યાસના આધારે પ્રાપ્ત કરેલ આંતરદૃષ્ટિ સર્જન સમુદાય માટે પુરાવા આધારિત નિર્ણયો લેવા અને ઊંચી-ગુણવત્તાવાળા દર્દીની સંભાળ આપવા માટે અમૂલ્ય સ્ત્રોત હશે. આ અભ્યાસમાં પ્રસ્તુત આશાસ્પદ પરિણામો RAPN માટે મજબૂત પુષ્ટિ આપે છે, તેની સલામતી અને કુશળતા સ્થાપિત કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.