Western Times News

Gujarati News

અપસ્ટોક્સે ઇન્શ્યોરન્સ ડિસ્ટ્રીબ્યુશનમાં પ્રવેશ કર્યો

ભારતમાં વેલ્થ મેનેજમેન્ટને સરળ બનાવવાનું લક્ષ્યાંક

  • ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ સાથે શરૂઆત કરતા કંપની હેલ્થમોટર અને ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાં તેની ઓફરિંગને હજુ વિસ્તારશે
  • એચડીએફસી લાઇફ અપસ્ટોક્સ સાથે પાર્ટનર થનારી અને પ્લેટફોર્મ પર ફીચર થનારી પહેલી ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક છે

મુંબઈ, 23 મે, 2024 – ભારતના અગ્રણી વેલ્થ મેનેજમેન્ટ પ્લેટફોર્મ્સ પૈકીના એક અપસ્ટોક્સે ઇન્શ્યોરન્સ ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસમાં તેના પ્રવેશની આજે જાહેરાત કરી હતી. અપસ્ટોક્સ એ સ્ટોક્સ, એફએન્ડઓ અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં તેની ઓફરિંગ માટે પરંપરાગત રીતે જાણીતી છે ત્યારે ઇન્શ્યોરન્સમાં તેનો પ્રવેશ વ્યાપક વેલ્થ-બિલ્ડિંગ પ્લેટફોર્મ તરીકે ઊભરવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ દર્શાવે છે. આજે અપસ્ટોક્સ એ સ્ટોક્સ, આઈપીઓ, એફએન્ડઓ, કોમોડિટીઝ, કરન્સી, ફિક્સ્ડ ડિપોઝીટ્સ, પીટુપી લેન્ડિંગ, ગવર્મેન્ટ બોન્ડ્સ, ટી-બિલ્સ, એનસીડી, ગોલ્ડ, ઇન્શ્યોરન્સ સહિત વિવિધ પ્રકારના ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટેનું એક વન-સ્ટોપ-શોપ છે.

આ લોન્ચ સાથે કંપની તેના વપરાશકર્તાઓને તેમની જરૂરિયાતોને અનુરૂપ ઇન્શ્યોરન્સ ખરીદવાનો સરળ, પારદર્શક અને કસ્ટમાઇઝ્ડ અનુભવ પ્રદાન કરીને ભારતના વીમા ક્ષેત્રે ક્રાંતિ લાવવાનો હેતુ ધરાવે છે. હાલમાં અપસ્ટોક્સ તેના પ્લેટફોર્મ પર ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ ઓફર કરી રહી છે અને ટૂંક સમયમાં હેલ્થ, મોટર અને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. એચડીએફસી લાઇફ અપસ્ટોક્સ સાથે ભાગીદારી કરનારી અને પ્લેટફોર્મ પર તેના ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન્સ રજૂ કરનાર સૌથી પહેલી ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક છે.

Kavitha Subramanian, Co-founder, Upstox

હાલમાં ભારતમાં ઇન્શ્યોરન્સ લેવાનું પ્રમાણ માત્ર 4.2 ટકા જ છે અને નોંધપાત્ર પ્રમાણમાં લોકો હજુ પણ પોલિસી ખરીદવા માટે પરંપરાગત અને એજન્ટ-સંચાલિત મોડલ પર નિર્ભર છે. તેની સાથે ઇન્શ્યોરન્સ ખરીદવાની પ્રક્રિયામાં જાગૃતતાનો અભાવ, વધુ પડતી પસંદગીઓ, મોટાપાયે પેપરવર્ક અને જટિલ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે.

તેના સંશોધન દ્વારા અપસ્ટોક્સને જણાયું હતું કે ઘણી વખત વપરાશકર્તાઓ બધાના માટે એક જ પ્રકારના અભિગમનો ભોગ બને છે અને યોગ્ય આકારણી વિના ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરે છે. આમ અપસ્ટોક્સે ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સના ખોટા વેચાણને ઉકેલવા માટે તૈયારી કરી છે અને તેના ગ્રાહકો માટે લાઇફ, હેલ્થ, મોટર, ટ્રાવેલ ઇન્શ્યોરન્સને સુવ્યવસ્થિત કરવાનું એક ભગીરથ કામ શરૂ કર્યું છે.

અદ્યતન ટેક્નોલોજી અને ઉદ્યોગની કુશળતાનો લાભ લઈને, અપસ્ટોક્સનો હેતુ ઇન્શ્યોરન્સ પ્રક્રિયાને સરળ બનાવવાનો છે એટલે કે દરેક કેટેગરીમાં ટોચના પ્લાન્સ ઓળખવાથી લઈને ઇન્શ્યોરન્સ ખરીદવા સુધી અને અંતે ક્લેઇમ્સની પ્રોસેસને સરળ બનાવવાનો છે.

અપસ્ટોક્સ પણ યુવા વયના ભારતીયોને વહેલો ઇન્શ્યોરન્સ લેવા વિશે વિચારવાનું શરૂ કરવા પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરી રહી છે કારણ કે તે અસરકારક રીતે તેમના પ્રીમિયમ ખર્ચને ઘટાડવામાં મદદ કરે છે. તેના ગ્રાહકોની મુસાફરીને વધુ સરળ અને સાહજિક બનાવવા માટે કંપનીએ દેશના ટોચની ઇન્શ્યોરન્સ કંપનીઓ સાથે જોડાણ કરીને અને તેમના ગ્રાહકોને સૌથી યોગ્ય વિકલ્પ પ્રદાન કરવા માટે વિવિધ પ્લાનનું એનાલિસીસ કરીને ગ્રાહકો માટે વધુ સુગમતા પૂરી પાડી છે.

ગ્રાહકોને ટાર્ગેટેડ પ્રશ્નો દ્વારા માર્ગદર્શન આપીને અપસ્ટોક્સ પછી તેમને સૌથી યોગ્ય પ્લાન તરફ લઈ જવામાં મદદ કરે છે. વધુમાં, કવર રકમ કેલ્ક્યુલેટરની વિશેષતા વપરાશકર્તાઓને તેમની ઇન્શ્યોરન્સ જરૂરિયાતોનું ચોક્કસ મૂલ્યાંકન કરવા સક્ષમ બનાવે છે અને તેમને શ્રેષ્ઠ કવરેજ રકમ નક્કી કરવામાં સક્ષમ બનાવે છે.

અપસ્ટોક્સના સહ-સ્થાપક કવિતા સુબ્રમણ્યને જણાવ્યું હતું કે, “અમે અપસ્ટોક્સ પર અમારી ઓફરોને વિસ્તારવા અને ઇન્શ્યોરન્સ ડિસ્ટ્રીબ્યુશન સેગમેન્ટમાં પ્રવેશ કરીને રોમાંચિત છીએ. અમે માન્યું છે કે વીમા ક્ષેત્રે આગળ વધવું એ એક મુશ્કેલ કામ છે. ગ્રાહકો ઘણા પ્રશ્નોથી ઘેરાયેલા છે જેમ કે કયો પ્લાન સારો છે, પ્લાન પસંદ કરવા માટે સાચો માપદંડ શું હોવો જોઈએ, ઇન્શ્યોરન્સ કવર કેટલું પૂરતું હશે. અપસ્ટોક્સમાં અમે આ પડકારોને સમજીએ છીએ અને તેમને મૂંઝવણ ન થાય તે રીતે આ તમામ પ્રશ્નોના જવાબો મળી રહે તે માટે ગ્રાહકોને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

અમારો ઉદ્દેશ્ય ગ્રાહકોને આ મૂંઝવણોમાંથી બહાર કાઢવાનો અને ભારતીયોને યોગ્ય રોકાણ કરવામાં મદદ કરવાનો છે. અમે અમારા પ્લેટફોર્મને સરળ, સુરક્ષિત, ઝડપી અને સાહજિક બનાવવા માટે સતત કામ કરી રહ્યા છીએ. અમારા પ્લેટફોર્મ પર ઇન્શ્યોરન્સની શરૂઆત સાથે, અમે અમારા વપરાશકર્તાઓને સુરક્ષિત નાણાંકીય ભવિષ્ય માટે તેમની સંપત્તિનું અસરકારક રીતે સંચાલન કરવામાં મદદ કરવાના અમારા પ્રયાસમાં અડગ રહીશું. આ હેતુ સર કરવા માટે અમને એચડીએફસી લાઇફને અમારા પ્રથમ ઇન્શ્યોરન્સ ભાગીદાર તરીકે આવકારતા આનંદ થાય છે.”

આ સહયોગ અંગે ટિપ્પણી કરતાં એચડીએફસી લાઇફના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર સુરેશ બદામીએ  (HDFC Life Deputy Managing Director Suresh Badami)જણાવ્યું હતું કે, “અમને અપસ્ટોક્સ સાથેની અમારી ભાગીદારીની જાહેરાત કરતાં આનંદ થાય છે. આ ભાગીદારી 2047 સુધીમાં ભારતના ‘સૌ માટે વીમા’ના ધ્યેયને સાકાર કરવાની દિશામાં વધુ એક પગલું દર્શાવે છે. અમે અમારા ડિસ્ટ્રીબ્યુશન અને ડિજિટલ ક્ષમતાઓનો ઉપયોગ કરીને તેમના સમગ્ર ગ્રાહક આધારને ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ પૂરા પાડવા અને આ ભાગીદારીના મૂલ્યને વધારવાનું લક્ષ્ય રાખીએ છીએ.”

આ ઉપરાંત, અપસ્ટોક્સ પર ઇન્શ્યોરન્સ ઓફરિંગ ખૂબ જ પારદર્શક છે. 1 અને 3 વર્ષ માટે ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો પર અપફ્રન્ટ ઇનસાઇટ્સ, ફરિયાદોનું પ્રમાણ, રકમનો સેટલમેન્ટ રેશિયો, સોલ્વેન્સી રેશિયો (1.7થી નીચે જોખમી ગણવામાં આવે છે), પ્લાનના ફીચર્સ, સમાવિષ્ટ બાબતો/નહીં સમાવિષ્ટ બાબતો અને સેટલમેન્ટ ટાઇમલાઇન સાથે અપસ્ટોક્સનો ઉદ્દેશ્ય વપરાશકર્તાને શિક્ષિત કરવાનો છે કે તેઓ શું ખરીદી રહ્યા છે. અપસ્ટોક્સ હવે 1.3 કરોડથી વધુનો યુઝર બેઝ ધરાવે છે અને તે વપરાશકર્તાઓને બજારની અડચણો દૂર કરવા અને સાચું રોકાણ કરવામાં મદદ કરવા સતત પ્રયાસ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.