Western Times News

Gujarati News

ગુજરાતમાં વરસાદની સુનામી આવી: આગામી ૪૮ કલાક ચેતીને રહેજો

અમદાવાદ, રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં જે રીતે સાવર્ત્રિક વરસાદ જાેવા મળી રહ્યો છે, તે જાેતા આસપાસ નદીઓ વહેતી હોય તેવુ જ લાગે છે. ગુજરાતમાં વરસાદની સુનામી આવી છે એવો માહોલ જામ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૨૨૯ તાલુકામાં સાવર્ત્રિક વરસાદ નોંધાયો છે. હજુ પણ ૨ દિવસ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

છેલ્લાં ૨૪ કલાકમાં સૌથી વધુ વાપીમાં ૭ ઇંચ મેઘ મહેર થઈ છે. આજે ૧૬ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. ઉપરવાસમાં ભારે વરસાદથી સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.

છેલ્લા ૨૪ કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં ૧.૭૫ મીટરનો વધારો થયો છે. હાલ નર્મદા ડેમની જળસપાટી ૧૨૫.૭૯ મીટરે પહોંચી છે. ડેમમાં હાલ ૨ લાખ ૯૨ હજાર ક્યુસેક પાણીની આવક છે. RBPH અને CHPHના તમામ પાવર હાઉસના યુનિટ શરૂ કરાયા છે. મધ્ય પ્રદેશના ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના પણ તમામ દરવાજા ખોલી દેવાયા છે.

રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગરવો ગિરનાર સોળે કળા ખીલ્યો. આરાધના અને આસ્થાનું કેન્દ્ર ગણાતો ગરવો ગઢ ગિરનાર વાદળો વચ્ચે વિહરતો જાેવા મળ્યો છે. તો ગીર સોમનાથમાં વરસાદ થતા જમજીર ધોધ જીવંત થયો છે.

જમજીર ધોધના આહલાદક દ્રશ્યો સામે આવતા મોટીસંખ્યામાં પર્યટકો પણ ઉમટ્યા છે. આ તરફ અરવલ્લીના ભિલોડામાં આવેલો સુનસર ધોધ પણ જીવંત થતાં નયનરમ્ય નજારો જાેવા મળી રહ્યો છે. ધરતીમાતા મંદિર પાસે આવેલો સુનસર ધોધ વહેતો થતા પ્રવાસીઓ ઉમટ્યા છે અને પ્રવાસી ધોધમાં નહાવાની મજા માણી રહ્યા છે.

હવામાન વિભાગે એલર્ટ કરી દીધા છે કે, રાજ્યમાં આજથી વરસાદનું જાેર વધશે. ૩ દિવસ ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.પાટણ, મેહસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી દ્વારકા, મોરબી, પોરબંદર, આણંદ, વલસાડ અને અમદાવાદમાં વરસાદની આગાહી કરાઇ હવામાન ખાતાના અપડેટ અનુસાર, ૨૬ જુલાઈથી વરસાદનું જાેર ઘટશે. સાયક્લોનિક સર્ક્‌યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી છે. અત્યાર સુધી રાજ્યમાં સીઝનનો ૬૦ ટકા વરસાદ નોંધાયો છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.