Western Times News

Gujarati News

૯૮ વર્ષની ઉંમરે દાદા થયા ગ્રેજ્યુએટ, સારા નંબર સાથે મેળવી ડિગ્રી

નવીદિલ્હી, મન હોય તો માળવે જવાય… આ કહેવતને ઈટલીના એક દાદાએ સાર્થક કરી છે. કારણ કે આ દાદા ૯૮ વર્ષની વયે ગ્રેજ્યુએટ થયા છે. તેમનું નામ છે ગ્યુસ્પે પેટરનો. પલેરમો યુનિવર્સિટીમાંથી હિસ્ટ્રી અને ફિલોસોફીમાં માસ્ટરની ડિગ્રી મેળવી છે. તેમને એક કાર્યક્રમમાં આ ડિગ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ૨ વર્ષ પહેલા તેમણે આ વિષયોમાં તેમની પ્રારંભિક ડિગ્રી મેળવી હતી. પારિવારિક સૂત્રોનું કહેવું છે કે પેટરનો ફરી એકવાર ટોપ ગ્રેડ સાથે સ્નાતક થયા. ગ્યુસ્પે પેટરનોનો જન્મ ૧૯૨૩ માં થયો હતો. એ સમયે જ્યારે મુસુલિનીએ રોમ પર શાસન સ્થાપ્યું હતું. બીજા વિશ્વયુદ્ધમાં તેઓ ૨૦ વર્ષના હતા અને પોતાના દેશ માટે નેવીમાં ભરતી થયા હતા.

ગ્યુસ્પે પેટરનોનો જન્મ ગરીબ પરિવારમાં થયો હોવાના કારણે તેમનું સ્નાતક થવાનું સપનું અધુરૂં રહી ગયું હતું. જે એમણે જતી જીંદગીએ પુરૂં કર્યું. ગ્યુસ્પે પેટરનો આટલેથી નથી અટકવાના એમને આધુનિક યુગમાં ટાઈપરાઈટરથી નવલકથા લખવી છે. આ ઉમરે એમના જુસ્સાને સલામ છે અને મારા-તમારા જેવા યુવાનો માટે મિસાલ છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.