Western Times News

Gujarati News

ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પીએમની બેઠક

New Delhi : Prime Minister Narendra Modi meets Chief Ministers of BJP-ruled states at the party office, in New Delhi on Sunday, July 24, 2022. (Photo:IANS/BJP Twitter)

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીઓની સાથે બેઠક કરી અને તેમને કલ્યાણકારી યોજનાઓનું પૂર્ણ કવરેજ કરવા તથા રાજ્યમાં કારોબારી મહાલ વધારવાનું કહ્યું. ચાર કલાકથી વધુ સમય સુધી યોજાયેલી આ બેઠકમાં ૧૮ મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્મયંત્રીઓએ ભાગ લીધો હતો.

આ તકે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. ભાજપે એક નિવેદનમાં કહ્યું કે, બેઠક દરમિયાન પીએમ મોદીએ ગતિશક્તિ, હર ઘર જલ, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જેવી સરકાર જેવી સરકારની કેટલીક મુખ્ય યોજનાઓ અને પહેલાથી સારી રીતે કામ કરવા પર ભાર આપ્યો હતો.

નિવેદનમાં કહેવામાં આવ્યું, પીએમ મોદીએ તમામ મુખ્ય યોજનાઓનું વધુ કવરેજ નક્કી કરવાની જરૂરીયાત પર ભાર આપ્યો અને કહ્યું કે, ભાજપ શાસિત રાજ્યોએ આ દિશામાં આગળ વધવુ જાેઈએ. વ્યાપારમાં સુગમતાની જરૂરીયાત પર ભાર આપતા મોદીએ પોતાની સરકાર દ્વારા કરવામાં આવેલી પહેલનો ઉલ્લેખ કર્યો.

પીએમ મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓને તે નક્કી કરવા માટે કહ્યું કે, રાજ્યો રમતને યોગ્ય મહત્વ આપે અને મોટી સંખ્યામાં યુવાઓની ભાગીદારી અને જાેડાણને પ્રોત્સાહિત કરવા માટે સર્વોત્તમ સુવિધાઓ ઉપલબ્ધતા નક્કી કરે.

બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ તથા પાર્ટી સુશાષન વિભાગના પ્રમુખ વિનય સહસ્ત્રબુદ્ધે પણ સામેલ થયા. સૂત્રોએ કહ્યું કે, ૧૮ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓએ કેન્દ્ર પ્રાયોજીત તમામ કલ્યાણકારી યોજનાઓ અને મુખ્ય કાર્યક્રમના ૧૦૦ ટકા લક્ષ્યને પ્રાપ્ત કરવા પર વિચાર-વિમર્શ કર્યો. આ રાજ્યોમાં ભાજપ પોતાના દમ પર કે અન્ય દળોની સાથે ગઠબંધનમાં સત્તામાં છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્ય પ્રદેશના શિવરાજ સિંહ ચૌહાણ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા સામેલ થયા હતા. નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યૂ રિયો, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ, ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત હાજર હતા. તો મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને બિહારથી તારકિશોર પ્રસાદ તથા રેણુ દેવી સહિત અન્ય નાયબ મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.