Western Times News

Gujarati News

મંદાગ્ની, અજીર્ણ, પેટનો અપચો તથા ઉદરશૂળ મટે છે.

Anorexia, indigestion, indigestion and colic can be cured

ભુખ લાગે ત્યારે જ જમવું. ઘઉં, ચોખા, મગ, કુણા મૂળા, સુરણ, પરવળ, પાકાં કેળાં, દાડમ, દ્રાક્ષ, દુધ, ઘી, દહીં, છાસ વગેરેનું સેવન કરવું. માત્ર ગરમ પાણી પીને બે કે ત્રણ નકોરડા ઉપવાસ કરવા માત્રથી પણ અજીર્ણ મટે છે. અજીર્ણનાં ચાર પ્રકાર છે.  કફથી થતું આમાજીર્ણ –

એનાં લક્ષણોમાં આહારના ઓડકાર આવવા, મોળ છુટવી, પેટ ભારે લાગવું, આળસ, થાક, સુસ્તી, શરીર જડ જેવું લાગે, ભુખ ન લાગવી વગેરે છે. એમાં ઉપવાસ કરવા જોઈએ. પીત્તથી થતું અજીર્ણ – એમાં છાતી, ગળુ, હોજરીમાં બળતરા થાય છે. કડવા, તીખા ઘચરકા કે ઉલટી થાય, ચક્કર આવવાં વગેરે લક્ષણો હોય છે.

એક-બે ઉપવાસ કરવા. ઉપવાસ દરમિયાન સાકર વાળું દુધ, દુધનું શરબત, આઈસક્રીમ વગેરે લઈ શકાય. ઉપવાસ પછી દુધ-રોટલી, દુધ-ભાત, ખીર, દુધ-પૌંઆ જ લેવા. જમ્યા પછી અવિપત્તિકર ચુર્ણ અડધીથી એક ચમચી સવારે, બપોરે અને રાત્રે લેવું. અમ્લપીતાતંક વટી એક-એક અને સુતશેખર રસ એક એક ગોળી.

ShriramVaidya-logo
Mo. 9825009241

ત્યાર પછી આહારમાં દુધી, ગલકાં, તુરિયા, પરવળ વગેરે શાક લેવાય. અથાણાં, પાપડ, તળેલું, ડુંગળી વગેરે બંધ. વાયુથી થતું અજીર્ણ – એનાં લક્ષણોમાં કબજીયાત, પેટ તંગ-ભારે થવું, આફરો, અધોવાયુની ગતિ અટકી જવી, વાયુના પ્રકોપથી જમ્યા પછી ઉછાળા આવવા વગેરે છે. એમાં પ્રથમ એક દીવસ ફક્ત મગના પાણી પર રહેવું.

પછી એક દીવસ ફળોના રસ પર રહી હળવો સુપાચ્ય આહાર લેવો. એક-બે કિલોમીટર ચાલવું. ઔષધોમાં શીવાક્ષાર પાચન ચુર્ણ અડધીથી એક ચમચી દીવસમાં ત્રણ વખત લેવું.  અગ્નીતુંડીવટી એક એક ગોળી ત્રણ વખત લેવી.  હિંગ્વાષ્ટક ચુર્ણ જમ્યા પછી એક ચમચી લેવું.  દીનદયાળ ચુર્ણ અડધી ચમચી રાત્રે લેવું.

રસશેષાજીર્ણ : આ અજીર્ણમાં પેટમાં ભરાવો, ભાવતા ભોજન પર પણ અરુચી, ઉબકા થવા, ખોટી ભુખ લાગવી- ભુખ લાગે છતાં ખાવું ભાવે નહીં અને કબજીયાત થવી વગેરે થાય છે..

અત્યારના જમાનાની ભાગદોડ ભરી જીંદગીમાં ખોરાક ન પચવો, પેટમાં દુ:ખાવો થવો વગેરે ફરિયાદો દિવસે-દિવસે વધતી જાય છે અને ઉપાય તરીકે ખોરાક પચાવવા માટે દારૂ પીવાની ફેશન પણ વધતી ચાલી છે. દારૂ અને સ્વાદિષ્ટ વાનગીઓ ઠોસી-ઠોસીને ખાઇને આજે લીવર, હોજરી અને આંતરડાનાં કેન્સર જેવા ગંભીર દર્દોને માણસ જાતે આમંત્રિત કરે છે

ત્યારે તેની સામે તો બચાવના ઉપાયો મૂકવાનો અર્થ જ નથી કેમ કે, તેને તો આવી વાતો ગળે ઉતરે તેમ નથી. ધનિક વર્ગમાં જીભનાં સ્વાદને પોષવા માટે દારૂ પીને પણ સ્વાદિષ્ટ વાનગીઓ વધારે ખાઇ શકાય તેવી એક માન્યતાના કારણે દારૂનું પ્રમાણ વધતું રહ્યું છે, અને વિદેશી દારૂ ફેશનથી સુખી ઘરોમાં, પાર્ટીઓમાં મોભો બનાવી વાપરવામાં આવે છે.

પરંતુ જે લોકો, પોષણનાં અભાવે, આર્થિક ભીંસની ચિંતાના કારણે, અનિયમિત લાઇફ સ્ટાઇલનાં કારણે પેટની ઉપરોક્ત ફરિયાદોનો ભોગ બને છે. તેમને તો બિનખર્ચાળ અને ખૂબ સસ્તા ઘરગથ્થુ પ્રયોગો ઉપકારક બનશે તે આશયથી આજની વિષયવસ્તુને અહીં પ્રસ્તુત કરવાનું પસંદ કર્યું છે.

કોઇ પણ કારણસર અજીર્ણની ફરિયાદ થાય તો તરત જ સાવ સરળ ઉપાયોથી તે નિવારી શકાય છે.

ઉપચારો નિષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહિતીનો છે. લવંગાદી ચુર્ણ, લવીંગ ૮ ગ્રામ, એલચી ૬ ગ્રામ, જાયફળ ૬ ગ્રામ અને અફીણ ૧ ગ્રામનું મીશ્રણ કરી બારીક ચુર્ણ બનાવવું. એક કપ સહેજ ગરમ નવશેકા પાણીમાં પાંચ ગ્રામ ચુર્ણ નાખી સવારે, બપોરે અને રાત્રે લેવાથી ઉદરશૂળ, ગૅસ, પાતળા ઝાડા અને ઉબકા-ઉલટી મટે છે.

લવંગાદી ચુર્ણ-લવીંગ, પીપર, જાયફળ દસ-દસ ગ્રામ, કાળા મરી વીસ ગ્રામ, સુંઠ એકસો સાઠ ગ્રામ લઈ બનાવેલું ચુર્ણ હવાચુસ્ત બાટલીમાં ભરવાથી તેના ગુણો બે મહીના જળવાઈ રહે છે. અડધીથી એક ચમચી આ ચુર્ણ સવાર-સાંજ લેવાથી ઉધરસ, તાવ, પ્રમેહ, અરુચી, શ્વાસ, મંદાગ્ની, સંગ્રહણી, ગૅસ, આફરો, મોળ વગેરે મટે છે.

૪૦૦ મી.લી. ઉકળતા પાણીમાં ૨૫ ગ્રામ સુંઠનું ચુર્ણ નાખી ૨૦-૨૫ મીનીટ ઢાંકી રાખવું. ઠંડુ થયા બાદ વસ્ત્રથી ગાળી ૨૫થી ૫૦ ગ્રામ જેટલું પીવાથી પેટનો અપચો, ખરાબ ઓડકાર તથા ઉદરશૂળ મટે છે. એક-બે ગ્રામ રાઈનું ચુર્ણ થોડી ખાંડ મેળવી ખાવાથી અને ઉપર ૫૦-૬૦ મી.લી. પાણી પીવાથી અપચો અને ઉદરશૂળ મટે છે ભૂખ સાવ જ મરી ગઇ હોય તો અડધી-અડધી ચમચી અજમો દિવસમાં બે વાર ચાવીને ખાવો.

સુવાદાણા અને મેથી સમભાગ લઇ શેકી લેવા. તેનું ચૂર્ણ અડધા તોલા જેટલું  ખાવાથી ગેસ-વાયુ-અપચો મટે છે. આથેલી ખારેકથી પણ અજીર્ણ મટે છે, ઉપરાંત ખોરાક પચી જાય છે, અને ભૂખ પણ ઉઘડે છે. ખારેક તૈયાર કરવા માટેની રીત નીચે મુજબ છે. જેમાં સૌ પ્રથમ ખારેકને લીંબુના રસમાં બોળી રાખવી.

તે નરમ પડી જાય ત્યારે તેમાંથી ઠળીયા કાઢી નાખી સૂંઠ, મરી, પીપર, લવિંગ, જાયફળ, જાવંત્રી, ધાણા, વરિયાળી દરેક વસ્તુ બે-બે તોલા હોય તો, સિંધવ અડધો તોલો લેવું. એ માપથી મસાલો તૈયાર કરવો. ખારેકમાં તે જરૂરિયાત પ્રમાણે ભરવો. જમ્યા પહેલા અને પછી પણ ખારેક લઇ શકાય છે. તેનાથી અજીર્ણ હોય તો મટી જાય છે. જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, અને લોહી વધે છે. વળી તે ખૂબ જ સ્વાદિષ્ટ હોવાથી સૌને ખાવી ગમે છે. પ્રકૃતિને અનુકૂળ હોય તો ૧/૨ થી ૧ ખારેક દરરોજ ખાઇ શકાય છે.

સૌથી શ્રેષ્ઠ અને સરળ ઉપાય તો ઉપવાસ છે. પેટને આરામ આપવો. લંઘન કરવું. માત્ર ગરમ પાણી પીને શક્તિ અનુસાર એક કે બે ઉપવાસ કરી લેવાથી પેટમાં જામેલો જૂનો મળ નીકળી જાય છે, અને દબાયેલું યંત્ર મુક્ત રીતે ચાલવાને સક્ષમ બને છે, પછી ધીમે-ધીમે પ્રવાહી ખોરાક અને ત્યારબાદ હલકો સુપાચ્ય ખોરાક…

આમ એકાદ અઠવાડિયું કરી નોર્મલ ખોરાક લેવાનું શરૂ કરવું. એક પણ પૈસાની દવા ખાધા વગર અજીર્ણ મટાડી શકાય છે અને અપચાથી ભવિષ્યમાં થનાર ગંભીર ફરિયાદો પહેલેથી જ નિવારી શકાય છે. ટૂંકમાં તંદુરસ્તી સુધારવા અને ચાલુ રાખવા મહિનામાં એકાદ ઉપવાસ ફક્ત સુખોષ્ણ પાણી પીને કરવો જરૂરી છે.

ખોરાક ન પચવાથી પેટમાં દુ:ખતું હોય તો, આદુનો રસ ૬થી ૧૦ ગ્રામ જેટલો પીવો. મધ મેળવીને પણ તે લઇ શકાય છે. જરાક સિંધાલૂણ મેળવીને પણ લઇ શકાય છે. આદુનું અથાણું પણ ખોરાક સાથે લઇ શકાય. આદું ખોરાકને સુપાચ્ય બનાવે છે. તેથી જમવામાં જે રીતે સુગમ પડે તે રીતે તેને લેવું.

વાયુથી થતું અજીર્ણ, એનાં લક્ષણોમાં કબજીયાત, પેટ તંગ ભારે થવું, આફરો, અધોવાયુની ગતી અટકી જવી, વાયુના પ્રકોપથી જમ્યા પછી ઉછાળા આવવા વગેરે છે. એમાં પ્રથમ એક દીવસ ફક્ત મગના પાણી પર રહેવું. પછી એક દીવસ ફળોના રસ પર રહી હળવો સુપાચ્ય આહાર લેવો.

એક બે કીલોમીટર ચાલવું. બહુ પાણી પીવાથી, કસમયે ભોજન કરવાથી, મળ મુત્રાદીના વેગને રોકવાથી, સમયસર નીદ્રા ન લેવાથી, ઓછું કે વધારે ખાવાથી અજીર્ણ થાય છે.  આથી કારણને જાણીને તેનું નીવારણ કરવું. ઔષધોમાં  શીવાક્ષાર પાચન ચુર્ણ અડધીથી એક ચમચી દીવસમાં ત્રણ વખત લેવું.

અગ્નીતુંડીવટી એક એક ગોળી ત્રણ વખત લેવી.  હીંગ્વાષ્ટક ચુર્ણ જમ્યા પછી એક ચમચી લેવું.  દીનદયાળ ચુર્ણ અડધી ચમચી રાત્રે લેવું.  આ અજીર્ણમાં પેટમાં ભરાવો, ભાવતા ભોજન પર પણ અરુચી, ઉબકા થવા, ખોટી ભુખ લાગવી ભુખ લાગે છતાં ખાવું ભાવે નહીં અને કબજીયાત થવી વગેરે થાય છે.

એના ઉપચારમાં ઉકાળેલું જ પાણી પીવું અને એક ઉપવાસ કરવો. બીજા દીવસે મગનું પાણી, ફળોનો રસ અથવા લીલાં શાકભાજીનો રસ પીવો. ત્રીજા દીવસે પચવામાં હલકાં દ્રવ્યો લેવાં. દુધી, ગલકાં, તુરીયાં, ભાજી જેવાં શાક, મગનું સુપ, ગરમ રોટલી વગેરે ખાવું.

અજીર્ણ ક્યારેક વિરુધ્ધ આહારથી પણ થતું હોય છે, ત્યારે તે વિશે પણ થોડી વિગતો જાણવા જેવી છે.  દૂધ સાથે ખાટી ચીજો, દૂધ સાથે મૂળા, દૂધ સાથે ગોળ વિરુધ્ધ બતાવેલ છે. દૂધ સાથે અથાણું વગેરે ભૂલમાં પણ ન ખવાય. તે જ રીતે મૂળા સાથે અડદની કોઇ પણ વાનગી ન ખવાય. મધ અને ઘી સરખા વજને ન ખવાય. નાળિયેર પાણી સાથે બરાસકપૂર ન ખવાય.

અડદની દાળ સાથે દૂધ, દહીં, કેરી કે આમલી ના ખવાય. તાડી સાથે છાશ ન લેવાય. યાદ રાખો કે જે દિવસે મૂળો ખાઓ તે દિવસે આખો દિવસ દૂધ ન પીઓ. દૂધની બનાવટ પણ ન જ ખાઓ.  ઉપરોક્ત કોઇ પણ વિરૂદ્ધ આહાર શરીરમાં ઝેર જેવાં વિકારો પેદા કરે છે અને રોગો માટે માર્ગ મોકળો બની જાય છે.

ઘણા વ્યક્તિઓને અજીર્ણ ની સાથે સાથે ભૂખ અને વજનની પણ સમસ્યાઓ સતાવતી હોય છે. તો તે માટે, અહીં સરળ ઉપાયો બતાવું છું. આમ, આયુર્વેદનાં આવાં સરળ અને ઘરગથ્થુ પ્રયોગોથી અજીર્ણ, વજન અને ક્ષુધા સંબંધી સમસ્યાઓનું  સરળતાથી થઇ શકે છે.

પીત્તથી થતું  અજીર્ણ , એમાં છાતી, ગળું, હોજરીમાં બળતરા થાય છે. કડવા, તીખા ઘચરકા કે ઉલટી થાય, ચક્કર આવવાં વગેરે લક્ષણો હોય છે. એક-બે ઉપવાસ કરવા. ઉપવાસ દરમીયાન સાકરવાળું દુધ, દુધનું શરબત, આઈસક્રીમ વગેરે લઈ શકાય. ઉપવાસ પછી દુધ રોટલી, દુધ ભાત, ખીર, દુધ-પૌંઆ જ લેવા.

જમ્યા પછી અવીપત્તીકર ચુર્ણ અડધીથી એક ચમચી સવારે, બપોરે અને રાત્રે લેવું. અમ્લપીતાતંક વટી એક-એક અને સુતશેખર રસ એક એક ગોળી. ત્યાર પછી આહારમાં દુધી, ગલકાં, તુરીયાં, પરવળ વગેરે શાક લેવાય. અથાણાં, પાપડ, તળેલું, ડુંગળી વગેરે બંધ.

ઔષધોમાં તાજું લવણભાસ્કર ચુર્ણ અથવા પંચકોલ ચુર્ણ અડધીથી એક ચમચી જેટલું દીવસમાં ત્રણ વાર તાજી મોળી છાસ સાથે લેવું. પાણીમાં મધ નાખી પીવું. ચીત્રકાદીવટીની એક એક ગોળી ત્રણ વાર લેવી. દશમુલાસવ જમ્યા પછી ત્રણ ચમચી પીવો. અપચો કે વાયુની પેટ પીડા વખતે ગરમ પાણી કે અજમો નાખી ગરમ કરેલું પાણી પીવાથી લાભ થાય છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.