લઠ્ઠાકાંડઃ મૃત્યુઆંક 24ઃ અમદાવાદથી કેમિકલ બોટાદ ગયું હતુંઃ પોલીસનાં દરોડા
કેમિકલ સપ્લાય કરનાર મુખ્ય આરોપી નભોઇ ગામના જયેશ તથા બુટલેગર પીન્ટુ ગોરવાની ધરપકડ
બોટાદના રોજિદ ગામે લઠ્ઠાકાંડઃ કલેક્ટરે આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી અધિકારીઓ સાથે મળી સ્થિતિની સમીક્ષા કરી
લઠ્ઠાકાંડનાં પગલે સમગ્ર ભાવનગર જિલ્લા પોલીસતંત્ર એલર્ટંઃ રાજ્ય સરકારે સમગ્ર ઘટનાની તપાસ કરવા ડીવાયએસપીની અધ્યક્ષતામાં સીટની કરેલી રચનાઃ હજુ પાંચથી વધુની હાલત ગંભીર
બરવાળાની મહિલા ASI ની સંડોવણી ખુલી, બુટલેગરો સાથે મળી ગેંગ બનાવી હતી અને હપ્તાનું સેટિંગ કરતા હતા
લઠ્ઠાકાંડના મોત મામલે DGP આશિષ ભાટિયાનું નિવેદન, તમામની ધરપકડ કરવામાં આવશે, કેમિકલ પણ કબજે કર્યું
(પ્રતિનિધી) અમદાવાદ, બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રોજીદ ગામે લઠ્ઠાકાંડ સર્જાયો હોવાનું જાણવા મળે છે. કથિત લઠ્ઠાકાંડથી 24 લોકોનાં મોત થયા હોવાનું મનાઈ રહ્યું છે. મૃતકમાં બે સગા ભાઈઓનો પણ સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે. જ્યારે ૫થી વધુને ગંભીર અસર થઈ છે. હાલમાં તમામ લોકોને સારવાર માટે પ્રથમ બરવાળા અને ત્યારબાદ બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બોટાદ જિલ્લાના રોજીદ અને આકરૂ તથા અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કેમિકલયુક્ત દારૂ પીધા બાદ અત્યાર સુધીમાં ૨૪ના મોત નીપજતા પરિવારજનોમાં હૈયાફાટ રૂદન સાથે માતમ છવાયો છે. લઠ્ઠાકાંડના કથિત કેસમાં કેમિકલ સપ્લાય કરનાર મુખ્ય આરોપી નભોઇ ગામના જયેશ તથા બુટલેગર પીન્ટુ ગોરવાની ધરપકડ કરવામાં આવી છે.
ઘટનાના પગલે બોટાદ એસપી ભાવનગર રેન્જ આઈજી સહિતના ઉચ્ચ પોલિસ અધિકારીઓ રોજિદ ગામે પહોંચ્યા હતા.
સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીવાયએસપીની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરાઈ છે.
લઠ્ઠાકાંડના દર્દીઓની સંખ્યા વધી જતા ભાવનગર સર.ટી હોસ્પિટલ ના તજજ્ઞ ડોક્ટરો સાથેની ટીમ જરૂરી સાધન સામગ્રી અને દવાના જથ્થા સાથે બોટાદ રવાના થઈ હતી.
બીજી તરફ રોજિદ ગામમાં દારૂના વેપલાને અટકાવા માટે ગ્રામજનો અને સરપંચ દ્વારા અગાઉ પોલીસને રજૂઆતો કરવામાં આવી હતી, એટલું જ નહીં ગામના સરપંચે બોટાદ એસપીને પત્ર લખીને પગલા ભરવાની માંગણી કરી હતી.
મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લાના રોજીદ ગામમાં કેટલાક લોકોની દેશી દારૂ પીધા પછી તબિયત લથડી હતી. માહિતી મળી છે કે હાલ ૧૦ જેટલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
રોજીદમાં બનેલી ઘટનાને પગલે ભાવનગરથી સર ટી હોસ્પિટલની એક ટીમ દવાના જથ્થા સાથે રવાના થઈ છે. કથિત લઠ્ઠાકાંડની ઘટના સામે આવતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું.
ઝેરી દારૂની પીધા પછી અત્યાર સુધી ૧૦ લોકોના મોત થયાના અહેવાલ સામે આવી રહ્યા છે. ઘટનાની ગંભીરતાને જાેતા રેન્જ આઈ.જી. પણ બોટાદ દોડી ગયા હતા. જે લોકોએ દારૂ પીધો છે તેમની તપાસ કરી સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. બરવાળા સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કર્યા બાદ દર્દીઓને બોટાદની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી રહ્યા છે.
હજુ પણ મૃત્યુ આંક વધે તેવી શક્યતા સેવાઈ રહી છે. મૃતકોના મૃતદેહને પોસ્ટ માર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ કહી શકાશે કે આ લોકોના મોત ઝેરી દારૂ પીવાના કારણે થયા છે કે પછી અન્ય કોઈ કારણ છે.
કથિત લઠ્ઠાકાંડનો મામલે ભાવનગર રેન્જ આઇજી અશોક યાદવે કહ્યું હતું કે, પોલીસની ટીમો અલગ-અલગ વિસ્તારમાં મોકલાઇ છે.
બુટલેગરોને પકડવા માટે ટીમો મોકલાઇ છે. જે અસરગ્રસ્તો છે તેમની સારવાર ચાલી રહી છે. ક્રિટીકલ છે તેમને ભાવનગર હોસ્પિટલ ખસેડાયા છે. અત્યાર સુધી ૭ લોકો સારવાર હેઠળ છે. ડીવાયએસપીની અધ્યક્ષતામાં સીટની રચના કરાઇ છે.
રોજિદ ગામમાં દારૂનું વેચાણ બંધ કરાવવા બાબતે ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆત કરાઈ હતી. એટલું જ નહીં ગામના સરપંચે બોટાદ PIને પત્ર લખીને બદીને ડામવા માંગણી કરી હતી.
પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવતા આ ઘટના સર્જાઈ હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો. તેમજ પોલીસની કામગીરી સામે પણ ગ્રામજનોમાં નારાજગી ફેલાઈ છે.
ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરવામાં આવી રહ્યો હોવાના દાવા કરવામાં આવે છે. બીજી તરફ બુટલેગરો મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડીને દારૂની રેલમછેલ કરવાનો પ્રયાસ કરે છે. ગુજરાત સરકારે દારૂની બદીને ડામવા માટે કડક કાયદા બન્યાં છે.