ચીન બાદ હવે એલએસી પર ભારતીય સેના બિછાવશે 5G નેટવર્કની જાળ

નવીદિલ્હી, ચીને એલએસી પર 5G નેટવર્ક શરૂ કર્યા પછી, ભારતે પણ લદ્દાખ સરહદ પર 4G અને 5G આધારિત મોબાઇલ સેલ્યુલર નેટવર્કનો ઉપયોગ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ માટે, ભારતીય સેનાએ માહિતી માટે ઓપન રિકવેસ્ટ ફોર ઇંફર્મેશન જારી કરી છે. જેમાં આવા દુર્ગમ વિસ્તારોમાં તૈનાત ફીલ્ડ ફોર્મેશન ટેકનોલોજી પ્રદાન કરવા માટે કંપનીઓ પાસેથી બિડ મંગાવવામાં આવી છે.
ભૂતકાળમાં એવા અહેવાલો હતા કે ચીને કોમ્યુનિકેશન સિસ્ટમમાં સુધારો કર્યો હતો અને એલએસી સરહદની નજીક ૫જી ટાવર સ્થાપિત કર્યા હતા.
આ પછી, ભારત પણ એક્શનમાં આવી ગયું છે અને ૧૮ હજાર ફૂટ સુધીની ઉંચાઈવાળા આ પર્વતીય વિસ્તારમાં વધુ સારી ઝડપે જાેડાણ સ્થાપિત કરવા પર કામ કરી રહ્યું છે.
વધુ સારી કોમ્યુનિકેશન સિસ્ટમની સ્થાપના સાથે, આ વિસ્તારોમાં સ્પષ્ટ મેસેજિંગ અને ડેટા સેવાઓની સુવિધા સરળ બનશે. આર્મી કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યાના ૧૨ મહિનાની અંદર અમલ સહિત નેટવર્કની ડિલિવરી પર ધ્યાન આપી રહી છે.
૨૦૨૦ માં પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચેના તણાવ પછી તરત જ ચીની દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રથમ બાંધકામ પ્રવૃત્તિઓમાંની એક સરળ સંચાર લિંકને સુનિશ્ચિત કરવા માટે તેમની બાજુ પર ફાઈબર-ઓપ્ટિક કેબલ નાખવાની હતી. આ યોજના હેઠળ ચીને અહીં ૫ય્ નેટવર્ક તૈયાર કર્યું છે.
આરએફઆઇમાં સેનાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે સેવા વૈશ્વિક સ્તરે સ્વીકૃત ધોરણોને અનુરૂપ હોવી જાેઈએ. આ સાથે તેની ગુપ્તતા પણ ભરોસાપાત્ર હોવી જાેઈએ. હાલમાં સેનાને ઊંચાઈવાળા વિસ્તારોમાં મોબાઈલ કોમ્યુનિકેશન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
સંરક્ષણ અને સુરક્ષા સંસ્થાનના સૂત્રોએ જણાવ્યું હતું કે સેટેલાઇટ મોડ સાથે સુરક્ષિત રેડિયો ફ્રીક્વન્સી ઉપલબ્ધ છે ત્યારે ૪ય્ અને ૫ય્ નેટવર્ક એ સમયની જરૂરિયાત છે કારણ કે તે ઝડપી સંચાર અને ડેટા ટ્રાન્સફર કરવામાં મદદ કરશે.HS1MS