Western Times News

Gujarati News

પ્રાણ હણાય તો પણ જ્ઞાનવાપીમાં જળાભિષેક કરીશ: હિમાંગી સખી

Even if I die- will bathe in Gyanvapi: Himangi Sakhi

પશુપતિનાથ કિન્નર અખાડાના મહામંડલેશ્વરનો હુંકારકિન્નરોના પ્રથમ મહામંડલેશ્વરે કહ્યું, મુસ્લિમોને તે સ્થળે વજૂ કરવાની મંજૂરી છે તો તેઓ પણ જળાભિષેક કરશે

(એજન્સી) નવી દિલ્હી,  પશુપતિનાથ કિન્નર અખાડાના મહામંડલેશ્વર હિમાંગી સખીએ પણ જ્ઞાનવાપી વિવાદમાં ઝંપલાવ્યું છે. હિમાંગી સખી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે, તેઓ આગામી ૮ ઓગષ્ટના રોજ બનારસના વિશ્વેશ્વર જ્ઞાનવાપી મહાદેવ પહોંચીને શ્રાવણ માસના અંતિમ સોમવારે ત્યાં જળાભિષેક કરશે. Even if I die- will bathe in Gyanvapi: Himangi Sakhi

કિન્નરોના પ્રથમ મહામંડલેશ્વરના કહેવા પ્રમાણે જ્યારે મુસ્લિમોને તે સ્થળે વજૂ કરવા માટેની મંજૂરી છે તો તેઓ પણ જળાભિષેક કરશે. જબલપુરમાં ભક્તો વચ્ચે પહોંચેલા મહામંડલેશ્વરે ભલે પોતાના પ્રાણ હણી લેવામાં આવે પરંતુ પોતે જ્ઞાનવાપીમાં જળાભિષેક જરૂર કરશે તેવો દૃઢ નિશ્ચય વ્યક્ત કર્યો હતો.

કેટલાક ઈતિહાસકારો એવું માને છે કે, મુઘલ બાદશાહ ઔરંગઝેબના આદેશ પર મંદિરનો હિસ્સો તોડી પાડીને ત્યાં મસ્જિદ બનાવવામાં આવી હતી. જ્યારે કેટલાક ઈતિહાસકારો એવો દાવો કરી રહ્યા છે કે, મુઘલ બાદશાહ અકબરે પોતાની દીન-એ-ઈલાહી ધાર્મિક વ્યવસ્થા અંગે જાગૃત્તિ ફેલાવવા માટે ત્યાં એકસાથે જ્ઞાનવાપી મસ્જિદ અને કાશી વિશ્વનાથ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ૧૯૯૧ના વર્ષમાં સ્થાનિક પુજારીઓએ વારાણસી કોર્ટમાં અરજી કરીને જ્ઞાનવાપી મસ્જિદ વિસ્તારમાં પૂજા કરવા માટેની મંજૂરી માગી હતી.

આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં જ વારાણસીની એક કોર્ટના આદેશ બાદ જ્ઞાનવાપી મસ્જિદનો ૩ દિવસનો સર્વે કરાવ્યો હતો. સર્વેનો તે રિપોર્ટ હાલ કોર્ટમાં છે અને તે અંગે ર્નિણય આવવાનો બાકી છે. જ્યારે હિંદુ પક્ષના કહેવા પ્રમાણે સર્વે દરમિયાન મસ્જિદની અંદરથી શિવલિંગ મળી આવ્યું છે.

જાેકે મુસ્લિમ પક્ષ આ દાવાઓને નકારી રહ્યું છે. ઈતિહાસકારોના મતે માળવા રાજઘરાણાના મહારાણી અહિલ્યાબાઈ હોલ્કરે પોતાના કાર્યકાળ દરમિયાન કાશી વિશ્વનાથ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. હિંદુઓ દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે, મસ્જિદ પરિસરમાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ ઉપસ્થિત છે અને તેમને જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં પૂજા કરવા માટેની મંજૂરી આપવામાં આવે. SS2


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.