Western Times News

Gujarati News

ગોમતીપુર અને નરોડામાં યુવતિઓની છેડતી કરતા ચાર શખ્સો ઝડપાયા

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં યુવતિઓની છેડતી અને છેડછાડના બનાવો સતત વધી રહયા છે શહેરના નરોડા વિસ્તારમાં મહિલાઓની છેડતી કરતા બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે જયારે ગોમતીપુરમાં યુવતિની છેડતી કરી તેને માર મારતા બે શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં મહિલાઓની છેડતીની ઘટનાઓ વચ્ચે પોલીસતંત્ર દ્વારા અલગથી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આરોપીઓ સામે કડક પગલા ભરવામાં આવે છે આ દરમિયાનમાં અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક શખ્સો મહિલાઓની છેડતી કરતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી જેના પરિણામે એન્ટી રોમીયો સ્કવોર્ડ સતત નજર રાખતી હતી

આ દરમિયાનમાં ગઈકાલે બેઠક રોડ પર મહિલાઓની છેડતી કરતા બે રોમિયોને રંગેહાથ એન્ટી રોમિયો સ્કવોર્ડે ઝડપી લીધા હતા અને બંને શખ્સોને પોલીસ સ્ટેશને લઈ જઈ તેઓની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

શહેરના નરોડા ઉપરાંત ગોમતીપુર વિસ્તારમાં પણ એક ચોંકાવનારો બનાવ બન્યો હતો આ વિસ્તારમાં આવેલા સરદારનગર છાપરા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી એક યુવતિની બે શખ્સો ખુલ્લેઆમ છેડતી કરતા હતા જેના પરિણામે યુવતિ ખૂબ જ ગભરાઈ ગઈ હતી

આ દરમિયાનમાં જગદીશ અને જીતુ નામના બંને શખ્સોએ આ યુવતિની છેડતી કરી માર મારતા સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફેલાયો હતો બીજીબાજુ આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક બંને આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.