Western Times News

Gujarati News

શહેરીજનોએ ‘ડીસ્કો’ રોડ પર દિવાળી પર્વર્ની ઉજવણી કરી

તહેવારના દિવસોમાં તૂટેલા રોડ અને ગંદકી શરમજનક બાબત છેઃસુરેન્દ્ર બક્ષી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સ્માર્ટ સીટી અમદાવાદના નાગરીકોએ ખુબ જ ઉત્સાહ અને ઉમંગભેર ‘ડીસ્કો રોડ’ પર દિવાળીના પર્વની ઉજવણી કરી હતી. દિવાળી પહેલાં તમામ રોડ રીસેરફેસ કરવા માટે અમદાવાદથી ગાંધીનગર સુધીના મહાનુભાવોએ કરેલા હુકમનો કેટલે અને કેવો અમલ થાય છે તે બાબત વધુ એક વખત પુરવાર થઈ છે.

ર૦૧૭ના વર્ષથી અમદાવાદના નાગરીકો અને તેમના વાહનોની દુર્દક્ષા થઈ છે એવી જ રીતે સ્વચ્છતાના બણગા ફૂકતા મ્યુનિસિપલ કમિશ્નરના શાસનમાં દિપોસ્વ પર્વ’ પણ ‘ગંદકીનું પર્વ’ બની ગયું હોવાની ફરીયાદો જાવા મળતી હતી.
અમદાવાદ શહેરના કરદાતાઓને તૂટેલા અને ગંદકીયુક્ત રોડ ઉપર દિવાળી પર્વની ઉજવણી કરવા માટે મજબુર બન્યા છે.

ર૦૧૭ ના વર્ષમાં જે ૧૦૦ કરતા વધુ રોડના ધોવાણ થયા હતા તે સમયની ‘કળ’ તંત્રને હજી સુધી વળી નથી. બે વર્ષ બાદ પણ સ્માર્ટ સીટીના રોડ ઉપર સુધારો થયો નથી. ચાલુ વર્ષ દરમ્યાન પણ મોટાપાયે રોડ-રસ્તાના ધોવાણ થયા છે.
પરંતુ મ્યુનિસિપલ કમિશ્નર અને ભાજપના હોદ્દેદારોના મંતવ્ય મુજબ ચાલુ વરસે જે રોડ તુટ્યા છે તે તેંમના સમયમાં થયા નથી.

તેથી પરોક્ષ રીતે તેમની જવાબદારી રહેતી નથી. ભવિષ્યમાં કમિશ્નર કે હોદ્દેદારો બદલાય ત્યારે વર્તમાન મહાનુભાવોના કાર્યકાળ દરમ્યાન થયેલ કામની અલગ યાદી લેવી નાગરીકો માટે જરૂરી છે. અન્યથા નવા કમિશ્નર કે હોદ્દેદારો પણ આવા જ નિવેદનો આપશે. એવા કટાક્ષ પણ થઈ રહ્યા છે.

ટૂંકમાં દિવાળી પહેલાંત મામ રોડને રીપેર કરવા માટે કમિશ્નરે આદેશ કર્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં વડાપ્રધાનના આગમન અગાઉ કમિશ્નરે માત્ર ચાર દિવસમાં ખાડા પૂરવા આદેશ કર્યો હતો. જેનો થોડા ે ઘણો અમલ કરવામાં દસ દિવસ થયા હતા. મ્યુનિસિપલ ઈજનેર અધિકારીઓએ દસ દિવસમાં લગભગ ૧૪પ૦૦ ખાડા પૂર્યા હતા.

મ્યુનિસિપલ કમિશ્નરના હુકમનો પૂર્ણ અમલ થયો ન હોવાથી રોડની બાજી મેયરે સંભાળી લીધી હતી. તથા કમિશ્નર અને સ્ટેન્ડીંગ કમિટીને ચેરમેનની ગેરહાજરી દરમ્યાન ઈજનેર અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી તથા કોર્પોરેટરો (ભાજપ)ની પ્રાયોરીટી મુજબ તાકીદે રોડ તૈયાર કરવા ફરમાન કર્યા હતા. પરંતુ મ્યુનિસિપલ કમિશ્નર અને ચેરમેનના આગમન બાદ ‘ફરમાન’ અભરાઈ એ મુકાઈ ગયા હતા. તથા કોર્પોરેટરો એ પણ રોડ બનાવવામાં રસ લીધો નહોતો. તેથી નાગરીકોએ ‘ડીસ્કા દિવાળી’ ની ઉજવણી કરી હતી.

દિવાળી પર્વના પખવાડીયા પહેલાંથી મનપાના મહાનુભાવોએ સ્વચ્છતા ઝુબેશ શરૂ કરી હતી. તથા મંદિરો, બ્રિજ સહિતના સ્થળોને પાણીથી ધોવામાં આવ્યા હતા.  પરંતુ પર્વ દરમ્યાન બધા થાકી ગયા હોય તેમ ઠેર ઠેર ગંદકીના ઢગ જાવા મળ્યા હતા. ડોર ટુ ડમ્પની કામગીરી લગભગ ઠપ્પ થઈ ગઈ હતી.

સ્વચ્છતા સર્વેક્ષણમાં સારા ક્રમાંક મેળવવા માટે એક હજાર કન્ટેનરો દૂર કર્યાનો ગેરલાભ રજાના દિવસોમાં જાવા મળ્યો હતો. શહેરના તૂટેલા રોડ અને રોડ પરની ગંદકી મુદ્દે સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેને અધિકારીઓને ઝડપી કાર્યવાહી કરવા સુચના આપી છે.

જ્યારે વિપક્ષ કોંગ્રેસના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ તૂટેલા રોડને ‘શરમજનક’ બાબત ગણાવી છે.  તેમના જણાવ્યા અનુસાર તહેવારના દિવસો દરમ્યાન નાગરીકોને યોગ્ય સુવિધા આપવામાં શાસકો અને કમિશ્નર નિષ્ફળ સાબિત થયા છે. શહેરમાં તૂટેલા રોડ જેટલી જ ગંભીર સમસ્યા કચરા નિકાલની છે.

મ્યુનિસિપલ કમિશ્નર અગમ્ય કારણોસર કચરા નિકાલમાં થઈ રહેલ ગેરરીતિ મામલે આંખ આડા કાન કરી રહ્યા છે. ડોર ટુ ડમ્પ ના નવા કોન્ટ્રક્ટના ઓડીટ જાહેર થાય તો સાચી પરિસ્થિતિનો તાગ મળી શકે તેમ છે. શહેરના નાગરીકોને ડોર ટુ ડમ્પ તથા કન્ટેનરનો યોગ્ય વિકલ્પ પર્વ દરમ્યાન મળ્યો ન હોવાથી શહેર માગો પર કચરો અને ગંદકી જાવા મળ્યા છે તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.