રાજ્યના 4 મોટા શહેરોમાં NIA-ATSની ટીમનું મોટું સર્ચ ઓપરેશન
રાજ્યના 4 મોટા શહેરોમાં NIA-ATSની ટીમના ધામા
અત્યારે દેશભરમાં ચાલી રહેલી દેશવિરોધી ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ત્યારે આજે રાજ્યના ચાર મોટા શહેરોમાં અમદાવાદ, સુરત, ભરૂચ અને નવસારીમાં NIA અને ATSની ટીમે ધામા નાખ્યા છે. NIA અને ATSની ટીમ દ્વારા ગુજરાત સહિત દેશના 6 રાજ્યોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
15મી ઓગસ્ટ પહેલા સુરક્ષા એજન્સીઓએ ISIS મોડ્યુલને લઇને તપાસ હાથ ધરી છે. જેમાં C હાથ ધર્યું છે. ત્યારે આ મામલે શંકાસ્પદ લોકોની અટકાયત હાથ ધરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. આથી NIA અને ATSની કાર્યવાહીને લઇને ચારેય શહેરોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
કર્ણાટકમાંથી ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ થયો છે. 2021માં ઝડપાયેલા આતંકીઓનું કનેક્શન ગુજરાત સુધી પહોચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેનું અમદાવાદ, સુરત અને ભરૂચમાંથી ફંડિંગ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આથી 15 ઓગસ્ટ પહેલાં આતંકી ષડયંત્રને લઈને હાલમાં એજન્સીઓની તપાસ તેજ ચાલી રહી છે. જો કે, આ સર્ચ ઓપરેશનમાં અનેક ખુલાસા થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.
ISISના મોડ્યુલને લઈને NIA-ATSની ટીમ દ્વારા રાજ્યમાં અમદાવાદ, સુરત અને ભરૂચમાં તપાસ ચાલી રહી છે. સુરત અને ભરૂચમાં NIA-ATSની ટીમે ધામા નાખતા 2 વ્યકિતઓની પૂછપરછ હાથ ધરાઈ છે. ભરૂચના આમોદ અને કંથારીયામાં રહેતા પિતા-પુત્રની પૂછપરછ હાથ ધરાઇ છે.
આમોદના મૌલાના અમીન અને તેના પિતાની પૂછપરછ હાથ ધરવામાં આવી. ઇન્ટરનેશનલ કોલ ટ્રેસિંગના આધારે એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરાઇ રહી છે. એજન્સીને હૈદરાબાદમાં દેશ-વિરોધી ગતિવિધિઓની માહિતી મળી હતી. તપાસ દરમિયાન હિન્ટ મળતા એજન્સીઓએ ભરૂચમાં ધામા નાખ્યા છે. કેટલાંક ઉર્દુ સાહિત્યની પણ એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરાઇ છે. દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં પૂછપરછ થઈ રહી હોવાની ચર્ચા ચાલી રહી છે.