માહિતી ખાતાના ડિસ્પેચ રાઇડર ડી.આર.દવે વય નિવૃત
માહિતી ખાતાના વાહન ચાલકો દ્વારા અપાયું ભાવભર્યુ વિદાયમાન
માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગરની રજીસ્ટ્રી શાખામાં ફરજ બજાવતા ડિસ્પેચ રાઇડર શ્રી ડી.આર.દવે આજે વય નિવૃત થયા છે. વડી કચેરીના વાહન ચાલકશ્રીઓ દ્વારા શ્રી દવેને ભાવભર્યુ વિદાયમાન આપવામાં આવ્યુ છે.
વાહનચાલક મંડળના પ્રમુખ શ્રી જી.એસ.ઠાકોર સહિતના હોદેદારોએ શ્રી દવેને શાલ ઓઢાડી, મોમેન્ટો આપીને બહુમાન કરાયું હતું. તમામ વાહનચાલકશ્રીઓએ શ્રી દવેનું વયનિવૃતિ બાદનું જીવન સ્વસ્થ અને નિરોગીમય રહે એવી શુભ કામનાઓ પાઠવીને તેમની સાથેના સંસ્મરણો તાજા કર્યા હતા.
આ પ્રસંગે તમામ વાહન ચાલકશ્રીઓ અને વર્ગ-૪ના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહી શ્રી દવેને શુભેચ્છાઓ આપી હતી.