સુઝાન ખાને પ્રેમી અર્સલાન સાથેનો વીડિયો શૅર કર્યો
મુંબઈ, બોલિવૂડ સ્ટાર હૃતિક રોશન હાલમાં સિંગર સબા આઝાદને ડેટ કરતો હોવાની ચર્ચા છે. તો બીજી બાજુ એક્ટરની પૂર્વ પત્ની સુઝાન ખાનના સંબંધો પણ એક્ટર અર્સલાન ગોની સાથે છે. અર્સલાન ગોની ટીવી એક્ટર અલી ગોનીનો ભાઈ છે.
સુઝાન તથા અર્સલાન અનેકવાર પાર્ટીમાં સાથે જાેવા મળ્યા હતા. હાલમાં બંનેએ કેલિફોર્નિયામાં વેકેશન મનાવ્યું હતું. સુઝાને આ વેકેશનનો એક વીડિયો શૅર કર્યો હતો. સુઝાને સો.મીડિયામાં અર્સલાન સાથેનો એક વીડિયો શૅર કર્યો છે.
આ વીડિયોમાં બંને એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતાં જાેવા મળ્યા હતા. વીડિયોમાં સુઝાન તથા અર્સલાનના રોમેન્ટિક ફોટો છે. વીડિયો જાેઈને ખ્યાલ આવે છે કે બંનેએ વેકેશનમાં ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કર્યો છે. વીડિયોમાં ક્યારેક સુઝાન કિસ કરે છે તો ક્યારેક પ્રેમીના ખોળામાં બેસી જાય છે.
સુઝાનની આ પોસ્ટ પર સેલેબ્સ તથા ચાહકોએ કમેન્ટ્સ કરી હતી. પ્રીટિ ઝિન્ટા, એકતા કપૂર સહિતના સેલેબ્સે કમેન્ટ કરી હતી. ચાહકોને પણ આ પોસ્ટ ઘણી જ ગમી હતી.
સુઝાને વીડિયો શૅર કરીને કહ્યું હતું, મને ખ્યાલ નથી કે તને શું કહેવામાં આવ્યું છે, પરંતુ સમય પસાર થઈ રહ્યો છે તો તેને સોનાની જેમ ખર્ચ કરો. અમને અમારો બેસ્ટ ઉનાળો આપવા બદલ કેલિફોર્નિયા થેંક્યૂ સો મચ.અર્સલાન મૂળ જમ્મુ-કાશ્મીરનો છે.
તેણે મુંબઈમાં ગ્રેજ્યુએશન કર્યુ હતું. અર્સલાને મુંબઈમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે અનુપમ ખેરના એક્ટિંગ ક્લાસ જાેઇન કર્યા હતા. ૨૦૧૬માં અર્સલાને શોર્ટ મૂવી ‘મિસ્ટ્રી મેન’માં કામ કર્યું હતું. ૨૦૧૭માં ફિલ્મ ‘જિયા ઔર જિયા’માં જાેવા મળ્યો હતો. ત્યારબાદ તેણે વેબ સિરીઝ મૈં હીરો બોલ રહા હૂ’માં કામ કર્યું હતું.
હૃતિકે વર્ષ ૨૦૦૦માં સુઝાન ખાન સાથે લગ્ન કર્યા હતા. આ જ વર્ષે હૃતિકે ‘કહો ના પ્યાર હૈ’થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. ૨૦૦૬માં હૃતિક દીકરા રેહાન તથા ૨૦૦૮માં રેધાનના પેરેન્ટ્સ બન્યાં હતાં. જાેકે ૩૧ ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ બંને અલગ થઈ ગયાં હતાં.SS1MS