એવું તે શું થયું કે કટોરી અમ્મા અને રાજેશ વચ્ચે ઝઘડો થાય છે
એન્ડટીવી પર “હપ્પુ કી ઉલટન પલટન” વિશે કટોરી અમ્મા કહે છે, “કટોરી અમ્મા (હિમાની શિવપુરી)એ તેના સંબંધી અદવીર ભૈયાને ખરાબ સમયમાં રૂ. 6 લાખ આપેલા હોય છે, જે પાછા આપે છે. આથી રાજેશ (કામના પાઠક) બેચેન બને છે અને તે નાણાં ધીરવા વિશે પરિવારના માહિતગાર નહીં કરવા માટે અમ્મા સાથે ઝઘડો કરે છે.
હપ્પુ (યોગેશ ત્રિપાઠી) મધ્યસ્થી કરે છે અને સૂચવે છે કે કોઈએ કોઈ પણ પરિવારના સભ્યોને નાણાકીય રીતે મદદ નહીં કરવી. આ પછી બધા નાણાં સ્ટોરરૂમના લોકરમાં મૂકી દે છે અને નાણાં સુરક્ષિત રાખવા માટે ચાવી પોતાના ગળામાં બાંધી રાખે છે. જોકે ગબ્બર રાજેશ અને બિમલેશ (સપના સિકરવાર)નો બે લાખ રૂપિયા ઊછીને લેવા માટે સંપર્ક કરે છે,
કારણ કે તે બળદની રેસમાં મોટી રકમ ગુમાવી ચૂકેલો હોય છે અને તેનું ઘર દાવ પર લાગે છે. દરમિયાન હપ્પુને કમિશનર (કિશોર ભાનુશાલી) ફોન કરીને જાણ કરે છે કે તે આજે પોલીસ સ્ટેશનમાં આવી શકે એમ નથી, કારણ કે તેણે પોતાના સાળા માટે રૂ. 6 લાખ ચૂકવવાના છે.
કમિશનરને મોહિત કરવા હપ્પુ બધાં નાણાં આપીને તેને મદદ કરવાનું વચન આપે છે. હવે રાજેશે ગબ્બરને મદદ કરવા માટે તેમાંથી રૂ. 2 લાખ લઈ લીધેલા હોય છે, જે હપ્પુ કમિશનરને પૂરા રૂ. 6 લાખ આપી શકતો નથી. સ્થિતિ એવી ઉદભવે છે કે અમ્મા પર રકમ ગુમ થવાનો આરોપ થાય છે અને તે જેલમાં પણ જઈ શકે છે. હવે રાજેશ અને હપ્પુ કઈ રીતે આ સ્થિતિ હાથ ધરે છે તે જોવાનું રસપ્રદ બની રહેશે.”