૧૦મીથી ઓખા-નાથ દ્વારા ટ્રેન ફરીથી દોડવા લાગશે
દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી, દાહોદ, રતલામ, મંદસોર, નીમચ, ચિતોડગઢ અને માવલી સ્ટેશન પર ઉભી રહેશે
રાજકોટ, મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ ઓખા-નાથદ્વારા એકસપ્રેસને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. જે મુજબ ટ્રેન નંબર ૧૯પ૭પ ઓખા-નાથદ્વારા એકસપ્રેસ ઓખાથી દર બુધવારે સવારે ૮.ર૦ વાગે ઉપડશે, રાજકોટ તે જ દિવસે બપોરે ૧ર-૪૧ વાગે પહોંચશે અને બીજા દિવસે ૬.૩૦ વાગે નાથદ્વારા પહોચશે આ ટ્રેન ૧૦મી ઓગષ્ટથી ચાલશે.
નાથદ્વારા-ઓખા એકસપ્રેસ દર ગુરૂવારે રાત્રે ર૦.૩૦ વાગે નાથદ્વારાથી ઉપડશે અને બીજા દિવસે રાજકોટ બપોરે ૧૩.પ૦ વાગ્યે અને ઓખા સાંજે ૧૮.પપ વાગે પહોંચશે. આ ટ્રેન ૧૧ ઓગષ્ટથી ચાલશે.
આ ટ્રેન દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી, દાહોદ, રતલામ, મંદસોર, નીમચ, ચિતોડગઢ અને માવલી સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે. ઓખા-નાથ દ્વારા એકસપ્રેસમાં ટિકિટનું બુકિંગ ૪ ઓગસ્ટથી શરૂ થશે.