Western Times News

Gujarati News

ટેબલ ટેનિસમાં ગુજરાતના હરમીત દેસાઈ અને સમગ્ર મેન્સ ટીમે શાનદાર પ્રદર્શન

table tennis gujarat harmit desai

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ટેબલ ટેનિસમાં ગુજરાતના હરમીત દેસાઈ અને સમગ્ર મેન્સ ટીમે શાનદાર પ્રદર્શન કરીને ભારતને વધુ એક ગોલ્ડ મેડલ જીતાડયો છે.

આ ગૌરવવંતી સિદ્ધિ બદલ ગુજરાતના સૌ નાગરિકો વતી  હરમીત દેસાઈ અને તેની ટીમને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા હતા અને રાજ્યને અને દેશને તમારા માટે ગર્વ છે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, ટેબલ ટેનિસમાં સારા સમાચાર! CWGમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ જી. સાથિયાન, હરમીત દેસાઈ, શરત કમલ અને સાનિલ શેટ્ટીની ડાયનેમિક ટીમને અભિનંદન. આ ટીમે ઉચ્ચ બેન્ચમાર્ક સેટ કર્યા છે, પછી તે કૌશલ્ય હોય કે નિશ્ચયમાં. તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.