અદાણીએ પીએનજીના ભાવ તોતિંગ વધારી દીધા
અમદાવાદ, કમરતોડ મોંઘવારી લોકોને રડાવી રહી છે. ત્યાં દિવસેને દિવસે એક એક વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. ગઈકાલે અદાણીએ PNGના ભાવમાં વધારો ઝીંક્યો હતો. ત્યારે હવે અદાણીએ PNGના ભાવમાં પણ વધારો કર્યો છે. અદાણી ગેસે PNGમાં પણ ૮૯.૬૦ રૂપિયાનો ભાવવધારો ઝીંક્યો છે.
આજથી નવો ભાવ લાગુ પડશે. અદાણી CNG બાદ હવે PNG પણ મોંઘું થયું છે. હવે તમને અદાણી ગેસના ૮૯.૬૦ રૂપિયા વધારે ચૂકવવા પડશે. અદાણી PNGનો નવો ભાવ ૧.૫૦ MMBTU સુધી ૧૫૧૪.૮૦ રૂપિયા થયો છે. હવેથી ૧.૬૦ સ્સ્મ્ેં કરતા વધુ વપરાશ પર ૧૫૪૨.૮૦ રૂપિયા ચૂકવવા પડશે.
અગાઉ જુલાઈમાં PNG માં અદાણીએ વધારો કર્યો હતો, ત્યારે ફરી ઓગસ્ટમાં ભાવવધારો લાગુ કર્યો છે. અગાઉ જુલાઈમાં અદાણીએ PNGમાં ૨૮ રૂપિયાનો ભાવવધારો સ્લેબમાં ઝીંક્યો હતો.
જુલાઈમાં અદાણી ગેસ દ્વારા ૧.૬૦ MMBTU સ્લેબમાં પણ ૧૦ પોઇન્ટનો ઘટાડો કરી ૧.૫૦ MMBTUકરી નાંખ્યું હતું. અદાણી ઝ્રદ્ગય્ નો ભાવ ૮૫.૮૯ રૂપિયા થતા ધીરે ધીરે પેટ્રોલ – ડીઝલના ભાવ તરફ વધી રહ્યો છે આગળ તો હવે PNGમાં ભાવવધારો થતા લોકોની પરેશાનીમાં સતત વધારો થઈ રહ્યો છે.SS1MS