Western Times News

Gujarati News

ભાજપના નેતાની નેહરૂ-વાજપેયી વિષે વધુ એક વિવાદાસ્પદ ટિપ્પણી

તિબેટ-તાઈવાન ચીનનો હિસ્સાની વાત નેહરૂ-વાજપેયીની મુર્ખતા-ચીન એલએસીનું પણ સન્માન નથી કરતું તથા લદ્દાખના કેટલાક વિસ્તારો પર પણ તેણે કબજાે જમાવ્યાનો આક્ષેપ

નવી દિલ્હી, ચીન દ્વારા વારંવાર આપવામાં આવી રહેલી ચેતવણીઓ વચ્ચે અમેરિકી હાઉસ સ્પીકર નેન્સી પેલોસી તાઈવાન પહોંચ્યા છે. આ બધા વચ્ચે પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા ભાજપના નેતા સુબ્રમણ્યન સ્વામીએ દેશના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ તથા અટલ બિહારી વાજપેયીની ટીકા કરી છે.

સ્વામીએ જણાવ્યું કે, તે બંનેની મૂર્ખતાના કારણએ જ ભારતીયોએ એ વાત સ્વીકારી લીધી કે, તિબેટ અને તાઈવાન ચીનનો હિસ્સો છે. વધુમાં જણાવ્યું કે, ચીન હવે પરસ્પર સહમતિથી નિર્ધારિત કરાયેલી વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)નું પણ સન્માન નથી કરતું તથા લદ્દાખના કેટલાક વિસ્તારો પર પણ તેણે કબજાે જમાવ્યો છે.

સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડેહાથ લેતા કહ્યું હતું કે, એક તરફ ચીને લદ્દાખના કેટલાક વિસ્તારો હડપી લીધા છે અને મોદી એમ કહે છે કે, કોઈ આવ્યું જ નથી. તેમનું આ નિવેદન ચોંકાવનારૂં છે.

સ્વામીએ લખ્યું છે કે, ‘આપણે ભારતીયોએ નેહરૂ અને એબીવી (અટલ બિહારી વાજપેયી)ની મૂર્ખતાના કારણે તિબેટ અને તાઈવાનને ચીનના હિસ્સા તરીકે સ્વીકાર્યા. પરંતુ ચીન હવે પરસ્પર સહમતિની એલએસીનું પણ સન્માન નથી કરતું. અને તેણે લદ્દાખના કેટલાક ક્ષેત્રો પર પણ કબજાે જમાવ્યો છે. જ્યારે મોદી ‘કોઈ આયા નહીં’ કહીને સ્તબ્ધ કરી દે છે. ચીનને ખબર હોવી જાેઈએ કે આપણાં પાસે ર્નિણય લેવા માટે ચૂંટણી છે.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.