Western Times News

Gujarati News

સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક વિવાન્તા અને જિન્જર 275 રૂમની હોટલ બનાવશે

IHCL ANNOUNCES TWO HOTELS IN KEVADIA GUJARAT

IHCLએ ગુજરાતના કેવડિયામાં બે હોટેલની જાહેરાત કરી

મુંબઈ, ભારતની સૌથી મોટી હોસ્પિટાલિટી કંપની ઇન્ડિયન હોટેલ્સ કંપની (આઇએચસીએલ)એ આજે ગુજરાતના કેવડિયામાં પ્રસિદ્ધ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ આગામી બે હોટેલની જાહેરાત કરી હતી. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (એસએસએનએનએલ) સાથે સમજૂતીમાં ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ વર્ષ 2025માં ખુલશે. IHCL ANNOUNCES TWO HOTELS IN KEVADIA GUJARAT

આઇએચસીએલના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી પુનીત ચટવાલે કહ્યું હતું કે, “ભારતમાં વિવિધ કેન્દ્રો વિકસાવવામાં પોતાના પથપ્રદર્શક ઉત્સાહ સાથે આઇએચસીએલને કેવડિયામાં પ્રવેશ કરવા પર ગર્વ છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતના અનુભવજન્ય પ્રવાસન ક્ષેત્રમાં બદલાતી સ્થિતિનું પ્રતીક છે. અમને આ પ્રોજેક્ટ માટે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (એસએસએનએનએલ) સાથે જોડાણ કરવાની ખુશી છે.”

125-રુમ ધરાવતી વિવાન્તા અને 150-રૂમ ધરાવતી જિન્જર હોટેલ્સ સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી ટૂંકા અંતરે સ્થિત છે, જે બંને હોટેલમાં વિવિધ પ્રકારની ડાઇનિંગ અને વેલનેસ સુવિધા ઓફર કરશે. ઉપરાંત વિવાન્તા હોટેલ બિઝનેસ ટ્રાવેલર્સને સેવા આપવા કોન્ફરન્સ સુવિધાઓ આપશે. ગુજરાત સરકારના સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ અંતર્ગત સરદાર સરોવર નર્મદા પ્રોજેક્ટએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિકસાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.

ગુજરાતના હાર્દમાં સ્થિત નર્મદા જિલ્લામાં કેવિડયા આઇકોનિક પ્રવાસન કેન્દ્ર બની ગયું છે. આ ઘણા પ્રવાસીઓને સ્ટેચ્યૂ ઓફ યુનિટી, વેલી ઓફ ફ્લાવર્સ, ઝરવાની ઇકો-ટૂરિઝમ અને શૂલપાણેશ્વર મંદિર જેવા ઘણા પ્રવાસનસ્થળો ઓફર કરે છે.  આ હોટેલ ઉપરાંત આઇએચસીએલ ગુજરાત રાજ્યમાં 19 હોટેલ્સ ધરાવશે, જેમાં છ નિર્માણાધિન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.