Western Times News

Gujarati News

એમેઝોન તહેવારોમાં રેલવે દ્વારા ગ્રાહકોનાં પેકેજીસની ડિલિવરી કરશે

એમેઝોન ઈન્ડિયાએ તહેવારની મોસમ પૂર્વે ગુજરાતમાં ગ્રાહકોનાં પેકેજીસનું આંતરશહેરી પરિવહન મજબૂત બનાવ્યું

ભારતીય રેલવે દ્વારા ગ્રાહકોનાં પેકેજીસની ડિલિવરી કરવાની સક્રિય રેલ લેન દેશભરમાં છેલ્લાં બે વર્ષમાં પાંચગણી વધી છે, જેને લઈ જામનગર, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત જેવાં શહેરોમાં 1 અને 2 દિવસમાં ડિલિવરી કરી શકાશે

એમેઝોન ઈન્ડિયાએ ગ્રાહકોનાં પેકેજીસની ડિલિવરી માટે 325થી વધુ આંતરશહેરી પરિવહન લેન સાથે ભારતીય રેલવે સાથે તેના સંચાલન સહભાગને વધુ મજબૂત બનાવવાની આજે ઘોષણા કરી હતી. ભારતીય રેલવે સાથે 2019માં તેણે કામગીરી શરૂ કરી ત્યારથી રેલવે લેનમાં પાંચગણો વધારો થયો છે અને તેથી દેશના અંતરિયાળ ભાગોમાં ગ્રાહકોને 1 અને 2 દિવસમાં ડિલિવરી કરવાનું વચન આપીને કંપની માટે તે એક મોટો આધાર બની છે. આ વિસ્તરણ સાથે એમેઝોન ઈન્ડિયા હવે જામનગર, અમદાવાદ અને સુરત વગેરે જેવા ગુજરાતનાં શહેરોમાં ભારતીય રેલવે થકી ગ્રાહકોનાં પેકેજીસની ડિલિવરી કરશે.

આ વિસ્તરણ પર બોલતાં એમેઝોન ટ્રાન્સપોર્ટેશન, ઈન્ડિયાના ડાયરેક્ટર વેન્કટેશ તિવારીએ જણાવ્યું હતું કે, “એમેઝોનમાં અમે દેશભરમાં ખૂણેખાંચરે ગમે ત્યાં અમારા ગ્રાહકો રહેતા હોય ત્યાં તેમને ઝડપી અને સુવિધાજનક શોપિંગ અનુભવ પૂરો પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. ભારતીય રેલવે સાથે કામ કરવાથી અમને ફક્ત 1 અથવા 2 દિવસમાં ડિલિવરી માટે સુરત, વડોદરા, અમદાવાદ વગેરે જેવાં શહેરોમાં ગ્રાહકોને ઝડપી ડિલિવરી વચન આપીને તે કટિબદ્ધતાને વધુ આગળ લઈ જવામાં મદદ થઈ છે. અમે ભારતીય રેલવે સાથે સહભાગ ચાલુ રાખ્યું છે અને તેમના મજબૂત નેટવર્ક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને વધુ તકો નિર્માણ કરી છે.”

એમેઝોન 2019માં રેલ થકી એક્સપ્રેસ પરિવહન પ્રોડક્ટ નિર્માણ કરવા ભારતીય રેલવે સાથે કામકરવા માટે ભારતીય ઈ-કોમર્સ અવકાશમાં પ્રથમ કંપની છે અને તે સમયથી આ નેટવર્ક થકી પરિવહન કરાતાં પેકેજીસનું પ્રમાણ વધવાનું ચાલુ જ છે. તે સમયથી એમેઝોન ઈન્ડિયાએ આ નેટવર્કને ભારતવ્યાપી પહોંચ સાથે ઝડપી, વિશ્વસનીય અને સંરક્ષિત સમાધાનમાં સ્તર વધારવા માટે ભારતીય રેલવે સાથે કામ કર્યું છે. 2020માં મહામારીને લઈ લાદવામાં આવેલા લોકડાઉન દરમિયાન કંપનીએ કોવિડ-19 પાર્સલ સ્પેશિયલ ટ્રેન્સનો લાભ લઈને કંપની ઉચ્ચ અગ્રતાની પ્રોડક્ટોની આંતરશહેરી અવરજવરને અગ્રતા આપીને ભારતીય રેલવે સાથે કામ કરી રહી છે.

આ વિસ્તરણ તહેવારની મોસમ દરમિયાનગ્રાહકોને ઝડપી અને વિશ્વસનીય ડિલિવરી આપવાના વચનને પહોંચી વળવાની રેખામાં પણ છે. એમેઝોન ઈન્ડિયા સર્વ 100 ટકા સેવાક્ષમ પિન કોડ્સમાં ડિલિવરી કરી છે, જેમાં 97 ટકાથી વધુ પિન કોડ્સ હવે ઓર્ડર આપ્યાના 2 દિવસમાં તેમની ડિલિવરી પ્રાપ્ત કરી શકે છે. કંપનીએ દેશભરમાં 1 દિવસની ડિલિવરીના વિસ્તરણ સાથે ઝડપમાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.