Western Times News

Gujarati News

વેક્સિનેશનમાં પશ્ચિમ-પૂર્વ અમદાવાદ વચ્ચે આંખે ઊડીને વળગે એવો ફરક

પશ્ચિમ ઝોનમાં માત્ર ૮૦૬૩ લોકો સેકન્ડ ડોઝથી વંચિત છે, જ્યારે પૂર્વ ઝોનમાં લગભગ ૨૦ ગણા લોકો છે

અમદાવાદ, શહેરમાં કોરોનાની ચોથી લહેરની અસર ચાલુ ઓગસ્ટ મહિનામાં પણ નજરે પડી રહી છે. છેલ્લા ચાર દિવસમાં જ મ્યુનિ.હેલ્થ વિભાગના ચોપડે કોરોનાના સત્તાવાર ૧૦૬૦ કેસ નોંધાઈ ચૂક્યા છે. કોરોનાના હજારથી વધુ કેસ ઉપરાંત તા.૧ ઓગસ્ટે કોરોનાથી એક કોમોર્બિડ દર્દીનું મોત પણ થયું હતું.

હાલની ચોથી લહેરમાં જાે કોરોનાનો ચેપ કોઈને થાય કે પછી કોઈ કોમોર્બિડ દર્દીનું મોત નીપજે તો તેનું મુખ્ય કારણ કોરોનાની વેક્સિનનો ડોઝ ન લેવાયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે એટલે કોરોના સામેનો જંગ જીતવા વેક્સિનેશન અનિવાર્યરૂપ બન્યું છે.

તેમ છતાં વેક્સિનેશનના મામલે પણ શહેરના પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદ વચ્ચે આંખે ઊડીને વળગે તેવો ફરક નજરે પડ્યો છે. વેક્સિનેશનને લગતા તંત્રના સત્તાવાર આંકડાના આધારે પૂર્વ અને પશ્ચિમ વચ્ચેની વેક્સિનેશનની ખાઈથી સત્તાવાળાઓ પણ અંદરખાનેથી ચોંકી ઊઠ્યા છે.

આમ તો શહેરની વચ્ચોવચ થઈને વહેતી સાબરમતી નદીના કારણે આપણું અમદાવાદ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. જેને પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદની ઓળખ મળી છે. શહેરનો વિકાસ કહો, સમૃદ્ધિ ગણો કે પછી શિક્ષણ સહિતની આધુનિક ચુસ્ત સુવિધાઓમાં પશ્ચિમ અમદાવાદ અવ્વલ છે.

પૂર્વ અમદાવાદમાં હજુ જાેઈએ તેવો મ્યુનિ.તંત્રનો વિકાસ નજરે પડતો નથી. અનેક વાર મ્યુનિ. સત્તાધીશો પર પ્રજાલક્ષી કાર્યાેમાં પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ વચ્ચે ભેદભાવ કરવાના ગંભીર આક્ષેપ ઊઠી ચૂક્યા છે એટલે સત્તાધીશો પણ મ્યુનિ.બજેટમાં શહેરના સમતોલ વિકાસ પર ભાર મૂકી રહ્યા છે.

પૂર્વ અમદાવાદમાં પણ રસ્તા, બ્રિજ, કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને હોસ્પિટલ જેવી મ્યુનિ.સવલતો મળી રહે તેમ છતાં આજે પણ શહેરનો સાબરમતી નદી પરનો પશ્ચિમનો પટ્ટો એટલે કે પશ્ચિમ અમદાવાદ એક અથવા બીજા મામલે પૂર્વ અમદાવાદ કરતાં આગળ જ છે.

હવે કોરોના વેક્સિનેશનમાં પણ પશ્ચિમ અમદાવાદ એટલે કે પશ્ચિમ ઝોન, ઉત્તર-પશ્ચિમ એમ આ ત્રણ પૂર્વ અમદાવાદના પૂર્વ ઝોન, મધ્ય ઝોન અને દક્ષિણ કરતાં નોંધનીય રીતે આગળ વધી ગયા છે.

શહેરના કાલુપુર, જમાલપુર, દરિયાપુર, શાહીબાગ જેવા વિસ્તારો ધરાવતા મધ્ય ઝોનમાં નિકોલ, વસ્ત્રાલ, વિરાટનગર, ગોમતીપુર, ઓઢવ ધરાવતા પૂર્વ ઝોનમાં, બહેરામપુરા, દાણીલીમડા, મણિનગરના દક્ષિણ ઝોનમાં અને બાપુનગર, નરોડા, કુબેરનગર ધરાવતા ઉત્તર ઝોનમાં કોરોના સેકન્ડ ડોઝના વેક્સિનેશનની તબીબી કામગીરીની ગવાહી તંત્રના સત્તાવાર આંકડા આપે છે.

ઉત્તર ઝોનમાં ૧,૫૨,૭૭૦ લોકો, દક્ષિણ ઝોનમાં સૌથી વધુ ૧,૬૭,૩૧૧ લોકો, પૂર્વ ઝોનમાં ૧,૫૬,૬૬૮ લોકો અને મધ્ય ઝોનમાં ૬૯,૫૦૬ લોકોએ ગત તા.૧ ઓગસ્ટ, ૨૦૨૨ની સ્થિતિએ કોરોના વેક્સિનનો સેકન્ડ ડોઝ લીધો હતો.

તેની સામે પશ્ચિમ અમદાવાદના પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછા માત્ર ૮૦૬૩ લોકો જ સેકન્ડ ડોઝથી વંચિત છે. જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૧૪,૨૭૮ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૧૬,૫૩૨ લોકોએ જ વેક્સિનનો સેકન્ડ ડોઝ લીધો નથી. એટલે કે પશ્ચિમ ઝોન કરતાં ૨૦ ગણા લોકો તો એકા પૂર્વ ઝોનમાં છે કે જેમણે વેક્સિનનો સેકન્ડ ડોઝ લીધો નથી.

પશ્ચિમ ઝોનના ૮૦૬૩, ઉત્તર-પશ્ચિમ ઝોનના ૧૪,૨૭૮ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના ૧૪,૨૭૮ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૧૬,૫૩૨ લોકો મળીને કુલ ૩૮,૮૭૩ લોકો કોરોના વેક્સિનના સેકન્ડ ડોઝથી વંચિત છે. તેની સામે કોટ વિસ્તારનો સમાવેશ ધરાવતા એકલા મધ્ય ઝોનમાં લગભગ બે ગણા લોકોએ સેકન્ડ ડોઝ લીધો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.