પ૩.રપ કરોડના ખર્ચે યાયાવર પક્ષીઓને આકર્ષતા શીલજ તળાવને મિનીસરોવર બનાવાશે
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનના છેવાડે આવેલા શીલજ ગામના તળાવને એક અધતન ડિઝાઈન દ્વારા રૂ.પાંચ કરોડના ખર્ચે વિકાસ કરવાનો મ્યુનિ. કોર્પોરેશનને નિર્ણય કર્યો છે. અને આ વિકાસકામોની નળસરોવરની સમક્ષ ખાસ ડીઝાઈન તૈયાર કરવા ડીઝાઈન કન્સલ્ટન્ટની નિમણુંક પણ કરવામાં આવશે.
એક અંદાજે દશ હેકટરમાં પથરાયેલા શીલજ ગામના વિશાળ તળાવને વસ્ત્રાપુર તળાવ અને કાંકરીયા લેઈકફ્રન્ટની જેમ સૌદર્યલક્ષી ડીઝાઈન દ્વારા વિકાસ કરવામાં આવશે જેમાં કાંકરીયા તળાવની જેમ તમામ બાજુએથી બાંધીયાર બનાવીને તળાવની પાળ પર વિશીષ્ટ પ્રકારની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
બાળકો આનંદપ્રમોદ કરી શકે તેવી ચિલ્ડ્રન પાર્ક હશે. આ ચિલ્ડ્રનપાર્કમાં બાળકો માટેના વિવિધ સાધનો ગોઠવવામાં આવશે એમ સીનીયર સીટીઝનપાર્ક પણ ઉભો કરવામાં આવશે. જેમાં સીનીયર સીટીઝનો માટે ખાસ બેઠક વ્યવસ્થા અને વાંચનાલય પણ હશે.
શહેરના તળાવોના વિકાસનો હવાલો સંભાળતા એડીશનલ સીટી ઈજનેર શ્રીમતી રેખાબહેન ત્રિવેદીએ એઅમ જણાવ્યું હતું કે શીલજ તળાવ વિશાળ સરોવર જેવું છે. કે તેના વિકાસ માટે અલગ અલગ રીતે પ્રોજેકટો અમલી બનાવાશે. જેમાં આરોગ્યવન ઉભું કરાશે.
આ આરોગ્યવનમાં આરોગ્યને લગતી ઔષધીઓના વૃક્ષો હશે એ સાથે જુદા જુદા ફુલોનો બગીચો હશે. તળાવમાં બારે માસ પાણી રહે તે માટે મીની વોટર પ્લાન્ટ નાંખવામાં આવશે. કેમ કે આ શીલજ તળાવમાં ચોમાસામાં નળસરોવરની જેમ યાયાવર પક્ષીઓ ખુબ મોટી સંખ્યામાં આવે છે. એટલે શીલજ તળાવ મીની સરોવર જેવું બની રહેશે.