બાળકના જન્મ બાદ સોનમ કપૂર દિલ્હી અથવા લંડનમાં ઘરે રહેવા જતી રહેશે
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ સોનમ કપૂર તેના છેલ્લા ટ્રિમેસ્ટરમાં છે અને આ મહિને મમ્મી બની જશે. પ્રેગ્નેન્સીની શરૂઆતમાં એક્ટ્રેસ તેના લંડન સ્થિત ઘરે હતી. ત્યાં મિત્રો માટે બેબી શાવર યોજ્યા બાદ, સોનમ ભારત આવી હતી અને ત્યારથી જ પિતા અનિલ કપૂરના જૂહુ સ્થિત બંગલોમાં રહે છે.
એક્ટ્રેસનું દિલ્હી અને લંડનમાં ઘર છે, પરંતુ તેની ડિલિવરી મુંબઈમાં થશે. એક ન્યૂઝ પોર્ટલના રિપોર્ટ પ્રમાણે, સોનમ કપૂર તેના પહેલા બાળકને જન્મ આપ્યાના ઓછામાં ઓછા છ મહિના બાદ માતા-પિતા સાથે એટલે કે પિયરમાં રહેશે. ત્યારબાદ, એક્ટ્રેસ તેના દિલ્હી અથવા લંડન જઈ શકે છે, જ્યાં તે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને સંભાળશે.
કપૂર પરિવારમાં ઘણા સમય બાદ આવી ખુશી આવી છે ત્યારે તેઓ તમામ ઉત્સાહિત છે. સોનમ કપૂરે જ્યારે પ્રેગ્નેન્સી વિશે જણાવ્યું ત્યારથી જ પરિવારના સભ્યોએ તેના સ્વાગતની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.
પ્રેગ્નેન્સી દરમિયાન સોનમ કપૂર સોશિયલ મીડિયા પર વધારે જ એક્ટિવ જાેવા મળી રહી છે. એક દિવસ પહેલા તેણે તેના સોજી ગયેલા પગની તસવીર શેર કરી છે. આ સાથે તેણે લખ્યું હતું ‘પ્રેગ્નેન્સી ક્યારેય-ક્યારેક સુંદર નથી હોતી’. આ તસવીરમાં તેનો ચહેરો દેખાયો નહોતો.
સોનમ કપૂરનું મુંબઈમાં પણ બેબી શાવર યોજાવાનું હતું અને થનારા નાના-નાની અનિલ કપૂર અને સુનિતા કપૂર તેમજ બહેન રિયા કપૂરે તેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી. ૧૭મી જુલાઈએ યોજાનારા બેબી શાવરના થોડા દિવસ પહેલા મહેમાનોને કસ્ટમાઈ્ઝ્ડ ઈન્વિટેશન કાર્ડ પણ મોકલી દેવાયા હતા.
પરંતુ, મુંબઈમાં વધતાં જઈ રહેલા કોવિડ-૧૯ના કેસ અને મા તેમજ આવનારા બાળકની હેલ્થને ધ્યાનમાં રાખીને ફંક્શન કેન્સલ કરાયું હતું. જાે કે, એક નાનકડું ગેટ-ટુગેધર પરિવારમાં યોજાયું હતું, જેમાં ખૂબ જ અંગત મિત્રો આવ્યા હતા.
સોનમ કપૂરે આ વર્ષના માર્ચ મહિનામાં પતિ આનંદ આહુજા સાથેના મેટરનિટી ફોટોશૂટની કેટલીક સુંદર તસવીરો શેર કરીને ગુડન્યૂઝ આપ્યા હતા. તેણે લખ્યું હતું ‘ચાર હાથ. જેના દ્વારા અમે તને શ્રેષ્ઠ ઉછેર આપવાની કોશિશ કરીશું. બે હૃદય. જે દરેક પગલે તારા ધબકારા સાથે એકરાગ થઈને ધબકશે. એક પરિવાર જે તને અપાર પ્રેમ અને સહકાર આપશે. તારા આગમનની રાહ નથી જાેઈ શકતાં’. જણાવી દઈએ કે, ત્રણ વર્ષના ડેટિંગ બાદ સોનમ અને આનંદે ૨૦૧૮માં લગ્ન કર્યા હતા.