મહેસાણા-ભાંડુ મોટી દાઉ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોલાઇનના વિકાસથી ટ્રાન્સપોર્ટેશન ઝડપી બનશે
પશ્ચિમ રેલવેના મહા પ્રબંધક શ્રી પ્રકાશ બુટાની દ્વારા અમદાવાદ મંડળ ના વડનગર સ્ટેશનનું નિરીક્ષણ
ડેડિકેટેડ ફ્રેટ કોરિડોલાઇનના મહેસાણા-ભાંડુ મોટી દાઉ અને ભાંડુ મોટી દાઉ-ઘુમાસન સેક્શન અને સાણંદ સ્ટેશન પર ચાલી રહ્યાં વિકાસ કાર્યોની સમીક્ષા કરી
પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી પ્રકાશ બુટાની દ્વારા અમદાવાદ મંડળના વડનગર સ્ટેશનનું નિરીક્ષણ અને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર લાઇન ના મહેસાણા-ભાંડુ મોટી દાઉ અને ભાંડુ મોટી દાઉ-ઘુમાસણ સેકશન અને સાણંદ (ડીએફસી લાઇન) સ્ટેશન પર ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરી.
આ દરમિયાન મહા પ્રબંધકે વડનગર સ્ટેશન પર હાઈ લેવલ પ્લેટફૉર્મ ના નિર્માણ કાર્ય વેટીંગ રુમ, પ્રદર્શન ખંડ, રિલે રૂમ અને સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. મહેસાણા સ્ટેશન ખાતે યાર્ડનું નિરીક્ષણ કરી પ્રસ્તાવિત કામોની સમીક્ષા કરી હતી.
મહાપ્રબંધક શ્રી બુટાની એ ફ્રેટ કોરિડોર ના મહેસાણા- ભાંડુ મોટી દાઉ અને ભાંડુ મોટી દાઉ- ઘુમાસણ સેકશન અને સાણંદ (ડીએફસી લાઇન) સ્ટેશન પર ચાલી રહેલા નિર્માણ કાર્ય, રેલવે ટ્રેક, ઈલેકટ્રિફિકેશન, સિગ્નલિંગ વગેરે વિકાસ કામોની બારીકાઈથી સમીક્ષા કરી હતી.
આ દરમિયાન મંડળ રેલ પ્રબંધક શ્રી તરૂણ જૈન, તમામ શાખા અધિકારીઓ, મુખ્ય પરિયોજના પ્રબંધક, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર ના અધિકારીઓ અને રેલ કર્મચારી હાજર રહ્યા.