Western Times News

Gujarati News

નારણપુરાના યુવકને ૧.૨૪ કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો

અમદાવાદ, નારણપુરા વિસ્તારમાં રહેતા અને ચાંગોદરમાં ઓટો ગેરેજ ચલાવતા ૪૧ વર્ષીય એક વ્યક્તિ સાથે યુકેના બે નાગરિકો અને મુંબઈની એક મહિલા દ્વારા ૧.૨૪ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી, જેમણે બાદિયાના બીજ અને તેલના વેચાણ માટે વેપારના પ્રસ્તાવ માટે તેમનો સંપર્ક કર્યો હતો. પીડિત વ્યક્તિએ શનિવારે સાયબર ક્રાઈમ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.

નારણપુરાની મિત્રમિલન સોસાયટીમાં રહેતા દીપક જાંગીડે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, યુકેમાં રહેતી એલા વિલિયમ્સ નામની મહિલાએ માર્ચમાં ઈન્સ્ટાગ્રામ થકી તેમનો સંપર્ક કર્યો હતો. બાદમાં તેમણે એકબીજા સાથે ફોન નંબરની આપ-લે કરી હતી અને વોટ્‌સએપ પર વાતચીત શરૂ કરી હતી.

વિલિયમ્સને તેમને કહ્યું હતું કે, તે યુકેની એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરે છે અને તેઓ બાદિયાના બીજના વેચાણ અને તેલના ખરીદ-વેચાણના વ્યવસાયમાં છે. તેણે મુંબઈમાં રહેતી સીમા જૈન નામની એક મહિલાનો ફોન નંબર આપ્યો હતો અને તેની પાસે બીજ અને તેલ ખરીદવા માટે કહ્યું હતું.

તેલનો ઉપયોગ મેડિકલ અને કોસ્મેટિક માટે થાય છે. વિલિયમ્સે જણાવ્યું હતું કે, જૈન તેમને બાદિયાના બીજ અને તેલ વેચશે, જે તેઓ યુકે સ્થિત ફાર્માસ્યુટિકલ કંપનીને વેચી શકે છે. વિલિયમ્સની સૂચનાઓ પર કામ કરતાં, જાંગિડે જૈનનો સંપર્ક કર્યો હતો અને ૧.૧૩ લાખ રૂપિયાની કિંમતના એક કિલો બીજ અને ૨.૨૩ લાખ રૂપિયાના કિલોના ભાવના તેલનો ઓર્ડર આપ્યો હતો.

જ્યારે તેમણે સામાન વેચવા માટે યુકેની કંપનીનો સંપર્ક કર્યો હતો, તો તેમને તેલ માટે ૨.૪૭ લાખ રૂપિયા અને બીજ માટે ૪.૧૨ લાખ રૂપિયા આપવાનું વચન આપવામાં આવ્યું હતું.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, ૧૧ એપ્રિલ, ૨૦૨૨ના રોજ યુકેની કંપનીના રિપ્રેસેન્ટેટિવ ડો.એન્થની ફ્રીમેન બિઝનેસ ડીલ માટે જાંગીડને મળવા માટે અમદાવાદ આવ્યો હતો.

ફ્રીમેને તેની કંપની પહેલા માલની ક્વોલિટી ચેક કરશે અને ત્યારબાદ ડીલમાં આગળ વધશે તેમ કહેતા જાંગીડે તેને સેમ્પલ તરીકે એક કિલો બીજ અને એક કિલો તેલ આપ્યું હતું. થોડા દિવસ બાદ ફ્રીમેને તેને ફોન કર્યો હતો અને મોટા જથ્થામાં બીજ અને તેલ માગ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.