Western Times News

Gujarati News

૨૦૨૨માં ૬૬,૦૦૦ ભારતીયો USના નાગરિક બન્યા: CRC

વોશિંગ્ટન, યુએસ સેન્સસ બ્યૂરોના સરવે ડેટા મુજબ વિદેશમાં જન્મેલા ૪.૬ કરોડ લોકોમાંથી લગભગ ૫૩ ટકા ૨.૪૫ કરોડ લોકો નેચરલાઇઝેશનની મદદથી નાગરિક બન્યા છે. આવા નાગરિકોમાં મેક્સિકો મોખરે છે. ત્યાર પછીના ક્રમે ભારત, ફિલિપિન્સ, ક્યુબા અને ડોમિનિકન રિપબ્લિકનો સમાવેશ થાય છે.

નેચરલાઇઝેશન માટેની પાત્રતા મેળવવા અરજદારે ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ હેઠળ કેટલીક શરતો સંતોષવી જરૂરી છે. જેમાં ઓછામાં ઓછા પાંચ વર્ષ માટેની કાયદેસર પરમેનેન્ટ રેસિડેન્સી (એલપીઆર)નો સમાવેશ થાય છે. ૨૦૨૨માં ૬૫,૯૬૦ ભારતીયોએ અમેરિકાની નાગરિકતા મેળવી હતી.

ત્યાર પછીના ક્રમે ફિલિપિન્સ (૫૩,૪૧૩), ક્યુબા (૪૬,૯૧૩), ડોમિનિકન રિપબ્લિક (૩૪,૫૨૫), વિયેટનામ (૩૩,૨૪૬) અને ચીન (૨૭,૦૩૮) સામેલ હતા.

૨૦૨૩ સુધીમાં વિદેશમાં જન્મેલા અમેરિકન નાગરિકોમાં ૨૮,૩૧,૩૩૦ ભારતીય હતા. તે મેક્સિકોના ૧,૦૬,૩૮,૪૨૯ લોકો પછી બીજા ક્રમે છે. વિદેશમાં જન્મેલા અમેરિકન નાગરિકોમાં ચીનના ૨૨,૨૫,૪૪૭ લોકોનો સમાવેશ થતો હતો. જોકે, ભારતમાં જન્મેલા અને અમેરિકામાં રહેતા ૪૨ ટકા લોકો અમેરિકાના નાગરિક બનવાને પાત્ર નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.